મહિલા સહિત ચાર હુમલાખોર સામે ગુનો નોંધાયો, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો
ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા સંતરામ પેટ્રોલ પંપ પાસે પાર્કિંગની સામાન્ય બાબતે થયેલા જગડામાં એક યુવાન ઉપર છરી વડે હુમલો કરી તેની હતયાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવાનને છરીનાં ત્રણ ઘા વાગ્યા હોય તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
બનાવમાં પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ગીજુભાઇ ભનુભાઇ પરમારે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ કરી આરોપી તરીકે રાજ,વિજય,દેવલો અને ગીતાબેન નાં નામ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી ગીજુભાઈ ભનુભાઈ પરમારના મામા કિરણભાઈ ઉર્ફે મુન્ના મનસુખભાઈ રાઠોડ (ઉંમર 35) એ પોતાની બોલેરો પીકઅપ ગાડી તેમના ફઈના ઘર પાસે પાર્ક કરી હતી. આ જ વિસ્તારમાં રહેતા આરોપીઓને આ પાર્કિંગ પસંદ ન આવતા મનદુ:ખ થયું હતું. આ બાબતે આરોપીઓએ કિરણભાઈને ધમકી પણ આપી હતી.
રાત્રિના સમયે કિરણભાઈ આરોપીઓના ઘર પાસે સમજાવવા ગયા ત્યારે રાજ, દેવલો, વિજય અને ગીતાબેન નામના શખ્સોએ તેમની સાથે ઝપાઝપી શરૂૂ કરી હતી. ગીતાબેન, વિજય અને દેવલાએ કિરણભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે રાજ નામના શખ્સે છરી વડે તેમના પર એક પછી એક ત્રણ ઘા ઝીંક્યા હતા. પ્રથમ ઘા પેટના ડાબી બાજુના ઉપરના ભાગે, બીજો ઘા ડાબા હાથની કાંડાના પાછળના ભાગે અને ત્રીજો ઘા માથામાં ડાબી બાજુએ મારવામાં આવ્યો હતો.
હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં કિરણભાઈને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ રિફર કરાયા હતા. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ઇગજ કલમ 118(1), 118(2) (ગંભીર ઈજા પહોંચાડવી), 351(2), 352, 54, અને ૠઙ અભિં કલમ 135 (હથિયારબંધી જાહેરનામાનો ભંગ) મુજબ ગુનો નોંધી પીએસઆઇ એ.વી. સાંખટે તપાસ હાથ ધરી છે.
