અયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલો

પોલીસના કોમ્બિંગ-પેટ્રોલીંગ વચ્ચે લુખ્ખા તત્ત્વો બેફામ; જાહેરમાં હુમલો કરી કહ્યું, તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને હવે અમારા ગ્રાહકને મટીરીયલ નાખવા જાશ રાજકોટ શહેરમા લુખ્ખા…

પોલીસના કોમ્બિંગ-પેટ્રોલીંગ વચ્ચે લુખ્ખા તત્ત્વો બેફામ; જાહેરમાં હુમલો કરી કહ્યું, તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને હવે અમારા ગ્રાહકને મટીરીયલ નાખવા જાશ

રાજકોટ શહેરમા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા છેલ્લા પખવાડીયાથી કોમ્બીંગ અને પેટ્રોલીંગ કરી હોટલ, અને દુકાનોને રાત્રે 11 વાગ્યા બંધ કરાવવા નીકળે છે અને જાહેર માર્ગો પર બાઇક ટેકવીને બેશી રહેતા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરે છે ત્યારે આ કાર્યવાહી વચ્ચે અયોધ્યા સર્કલ નજીક રેતી કપચીનાં ધંધાર્થી પર ધંધાની હરીફાઇમા સરાજાહેર હુમલો કરતા લોકોમા ભયનો માહોલ ફેલાયો છે.

રૈયા રોડ રામેશ્વર હોલ પાસે પાર્થ ઉર્ફે સોનુ નિતિનભાઇ ફિચડીયા(ઉ.વ.21)ને ધંધાનો ખાર રાખી મયુરભાઈ શાંતીલાલ દેવાયતકા,પ્રણવ ઉર્ફે કાનો મયુરભાઇ,શનિભાઈ કિરીટભાઈ દેવાયતકા, હિતેશભાઈ મોઢવાડીયા અને કાન ઓડેદરા અને અજાણ્યા શખ્સોએ અયોધ્યા ચોક નજીક સીનર્જી હોસ્પિટલની પાસે જાહેરમાં બેટ વડે મારમારતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદી પાર્થએ જણાવ્યું હતું કે,હું બિલ્ડિંગ મટીરીયલ(રેતી-કપચી)નો વેપાર કરી મારા તથા મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ.તા.16/11ના સાંજના હુ અયોધ્યા ચોક 150 ફુટ રિંગ રોડ ખાતે હતો ત્યારે મારા મિત્ર પ્રણવ કાનાના પિતા મયુરભાઈ શાંતીલાલ દેવાયતકા બારોટનો મને ફોન આવેલ અને મને સિર્નજી હોસ્પિટલ પાસે બોલાવેલ જેથી હુ ત્યા ગયેલો અને મને મયુરભાઇ દેવાયતકાએ કહેલ તુ અમારી પાસેથી ધંધો શીખ્યો અને અમારા ગ્રાહકને ત્યાં તુ કેમ બિલ્ડિંગ મટીરીયલ નાખવા જાશ તેમ કહી આ મયુરભાઈ શાંતીલાલ દેવાયતકા એ મને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતા.

આ મયુરભાઇના દિકરા પ્રણવભાઇ ઉર્ફે કાનો મયુરભાઇ એ મને બેટ વડે શરીરે માર મારવા લાગેલ અને અન્ય તેની આથેના શનિભાઇ કિરિટભાઈ બારોટે મને શરીરે ધોકા વડે મુંઢ માર માર્યો હતો અને આ તેની સાથેના કાનભાઇ ઓડેદરા મારી છાતી ઉપર બેસી ગયેલા અને મારા હાથ-પગ પકડી રાખેલા આમ આ પાંચેય વ્યકિતએ મને માર મારેલ અને અન્ય એની સાથેનાએ પણ મને ઢીકા-પાટુનો મુંઢ માર માર્યો હતો.આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પીએસઆઇ ટી.ડી.જાડેજા અને સ્ટાફે વધુ તપાસ શરૂૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *