રાજકોટમા રહેતા યુવકને જસદણનાં ખડવાવડી ગામે રહેતા યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો. જે ઝઘડાનાં સમાધાન માટે રાજકોટનાં યુવકને ખડવાવડી ગામે બોલાવી પાંચ શખસોએ કુહાડીનાં હાથા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
રાજકોટમા આજી ડેમ ચોકડી પાસે આવેલ માનસરોવરમા રહેતો કિશોર અમરસિંહભાઇ મેર નામનો 36 વર્ષનો યુવાન જસદણ તાલુકાનાં ખડવાવડી ગામે હતો. ત્યારે દીનેશ કેશા, ભાલુ કેશા અને હરસુખ કેશા સહીતનાં શખસોએ ઝઘડો કરી કુહાડાનાં હાથા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત કિશોર મેરને હુમલાખોર ભાલુ કેશા સાથે અગાઉ ઝઘડો થયો હતો . જે ઝઘડાનાં સમાધાન માટે બોલાવી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ ઉપરાંત બીજા બનાવમા પડધરીનાં નાગબાઇનાં ગઢડા ગામે રહેતા રસીલાબેન સુરેશભાઇ સોલંકી નામનાં 4પ વર્ષનાં પ્રૌઢા પોતાનાં ઘર પાસે હતા. ત્યારે કાનાભાઇ નામનાં શખસે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો . પ્રૌઢાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
