જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સને પીજીવીસીએલ ની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ વખત ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતાં પકડી પાડ્યો છે, અને અદાલતે ત્રણેય કેસમાં અલગ અલગ સજા અને દંડ નો હુકમ ફરમાવ્યો છે. જેમાં છ માસ, એક વર્ષ અને બે વર્ષ મળી કુલ સાડા ત્રણ વર્ષ તેમજ ત્રણેય કેસમાં 27 લાખ 57 હજાર નો જંગી દંડ ફટકાર્યો છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સલીમ ઓસમાણ સફિયા કે જેના રહેણાક મકાનમાં સૌપ્રથમ 2018 ની સાલમાં ચેકિંગ આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન તેને વીજ ચોરી કરતાં પકડી પાડ્યો હતો, અને તેની સામે વિજ પોલીસ મથકમાં રૂૂપિયા 15,906 રૂૂપિયાની વિજ ચોરી નો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
ત્યારબાદ 2020 ની સાલમાં ફરીથી ચેકિંગ કરાયું હતું, ત્યારે બીજી વખત વિજ ચોરી કરતા પકડાયો હતો, અને 2 લાખ 47 હજારની વિજ ચોરી પકડી લેવાઈ હતી. ત્યારબાદ 2020 ની સાલમાંજ ત્રીજી વખત પણ ચેકિંગ દરમિયાન ફરી વિજ ચોરી કરતા પકડાયો હોવાથી તેની સામે 2,04,768 ની વિજ ચોરી પકડી લેવાઈ હતી.
આમ કુલ તેની સામે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, અને વીજ પોલીસ મથકની ટીમ દ્વારા અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યા હતા. જે ત્રણેય કેસ એકી સાથે અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે પ્રથમ કેસમાં છ મહિનાની સજા અને 46,860 નો દંડ, ઉપરાંત બીજા કેસમાં 1 વર્ષની સજા અને 3 ગણી રકમ 14,92,768 દંડ તેમજ ત્રીજા કેસમાં બે વર્ષની સજા અને 14,82,608 નો દંડ ફટકારોમાં આવ્યો છે. આમ ઉપરોક્ત ત્રણેય કેશો માં કુલ 27,57,963 નો દંડ ફટકારાયો છે. અને કુલ સાડા ત્રણ વર્ષની સજા ફટકારાઈ છે.
