જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસેનો બનાવ : માતા અને ભાઇ બચાવવા આવતા તેમને પણ માર માર્યો
શહેરના આજીડેમ ચોકડી નજીક દારૂના પૈસાની દેતીલેતીમાં યુવાન ઉપર ખુની હુમલો કરવાના ગુનામાં છ મહિનાથી ફરાર આરોપી ઉપર જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે સાત થી આઠ શખ્સોએ છરી ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં બચાવવા વચ્ચે પડેલા માતા અને ભાઇને પણ માર મારતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. માંડા ડુંગરમાં સદ્ગુુરુ સોસાયટીમાં રહેતો હીરેન મહેશભાઇ ગરચર (:ઉ.વ.23)નામનો યુવાન આજે બપોરે નવા ગામ નજીક જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે હતો ત્યારે આશીષ દેવીપૂજક અને તેની સાથેના સાતથી આઠ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.
જેથી તેણે ફોન કરતા તેના માતા અલ્પાબેન (ઉ.વ.43)અને ભાઇ કૃપાલ (ઉ.વ.19)હીરેનને બચાવવા વચ્ચે પડતા આોરપીઓએ ત્રણેય ઉપર હુમલો કરી માર મારતા માતા પુત્રોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આજીડેમ ચોકડી નજીક વિપુલ ચૌહાણ નામના યુવાન ઉપર દારૂના પૈસાની દેતી લેતીમાં કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા અને તેની ટોળકીએ ખુની હુમલો કર્યો હતો. જેમાં હીરેન પણ આરોપી હોય અને તે છેલ્લા છ માસથી નાસતો ફરતો હોવાનુ જાણવા મળ્યુ છે. જો કે, આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે જાણવા મળ્યુ નથી.
