કચ્છમાં ATS ત્રાટકી, પૂછપરછ માટે એક શખ્સને ઉઠાવી ગઇ

અહીંના મીઠીરોહરમાં આજે આતંકવાદ વિરોધી દળ (એ.ટી.એસ.)ની ટીમે ધામા નાખ્યા હતા અને સાંજના અરસામાં એક શખ્સને પૂછપરછ અર્થે ઉપાડી ગઈ હોવાનું સપાટી ઉપર આવ્યું છે.…

અહીંના મીઠીરોહરમાં આજે આતંકવાદ વિરોધી દળ (એ.ટી.એસ.)ની ટીમે ધામા નાખ્યા હતા અને સાંજના અરસામાં એક શખ્સને પૂછપરછ અર્થે ઉપાડી ગઈ હોવાનું સપાટી ઉપર આવ્યું છે. મીઠીરોહર વિસ્તારમાં આજે રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી ધસી આવી હતી અને એક શખ્સને ઉપાડી લીધો હતો.

આ શખ્સે પાડોશી મુલ્કમાં ફોન કર્યા હોય અથવા તેને સામે છેડેથી ફોન આવ્યા હોવાની આશંકા છે. તેના મોબાઈલમાં કોઈ શંકાસ્પદ ડેટા છે કે કેમ ? તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા.

સરહદને અડીને આવેલા આ જિલ્લામાં રહેનારા ઘણા લોકોના સગા-સંબંધીઓ હજુ પણ પાડોશી મુલ્કમાં છે, ત્યારે ફોન પર સંદેશાઓની આપ-લે થતી હોય છે. તેવામાં આ શખ્સે અહીંની કોઈ ગુપ્ત માહિતી ત્યાં તો નથી પહોંચાડી ને તે સહિતના પ્રશ્નો અંગે આ શખ્સને ઉપાડી જવાયો હોવાનું સૂત્રો પાસેથી બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *