કોન્ટ્રાક્ટને રજૂઆત કરી આમ છતાં નિવારણ ન આવતા ફરીયાદ નોંધાવી
રાજકોટ મહાનગરપાલિકામાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાના કામમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતાં જંગલેશ્વરના સીદીકભાઈ જુણેજાના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી કોઈએ તેના ખાતામાંથી પગારના રૂૂા.60હજાર ઉપાડી લીધાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.જોકે ફરિયાદમાં રકમનો ઉલ્લેખ કરાયો નથી.
પોલીસે જણાવ્યું કે આ રકમ રૂૂા.60 હજાર આસપાસ છે. અરજીના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદમાં સીદીકભાઈએ જણાવ્યું છે કે તેના જ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી અજાણ્યા શખ્સે તેનો પગાર ઉપાડી લીધો છે. કોન્ટ્રાક્ટરને આ બાબતે રજૂઆત કરાતા તેણે પાસબુક અને એટીએમ કાર્ડ માગ્યા હતા.
જેથી તેને પોતાની પાસે નહીં હોવાનું કહેતાં પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું. અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા નહીં લેવાતા આખરે ફરિયાદ કરી હતી. આ છેતરપીંડીને કારણે તેને આર્થિક નુકસાન ભોગવવું પડયું છે. આ સ્થિતિમાં તત્કાળ તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે.
