વેરાવળમાં દરજી સમાજ ના અગ્રણી ની મોટર કાર કોઇ અજાણ્યા શખ્સોએ સળગાવ્યા ના આરોપ સાથે પોલીસ ને રજુઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.વેરાવળ નજીક ડાભોર રોડ પર વહેલી સવારે ચારેક વાગ્યે દરજી સમાજ ના અગ્રણી મોહનભાઈ ધીરુભાઈ ઘેરવડા ના મકાન પાસે પાર્ક કરેલી ક્રેટા મોટર કાર ભડભડ સળગી ગઈ હતી. પોલીસમાં અજાણ્યા શખ્સોએ મોટર કાર સળગાવી નાખ્યાની રજુઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વેરાવળ દરજી સમાજ ના અગ્રણી મોહનભાઇ ઘેરવડાની નીવ રેસિડન્સી વિસ્તારમાં તેમની ક્રેટા મોટર કાર ભડભડ સળગી ઉઠી હતી. ફાયર બ્રિગેડ ટીમ એ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. મોટર કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મોટર કારના માલિક મોહનભાઈએ આક્ષેપ કર્યો છે કે કેટલાંક ચોક્કસ શખ્સોએ ઇરાદાપૂર્વક આ મોટર કાર ને સળગાવી છે. સમાજમાં ચાલતી આંતરિક માથાકૂટ ના કારણે આ ઘટના સર્જાઈ હોવાનો પણ આ શંકા વ્યક્ત થઈ રહી છે.પોલીસમાં આ અંગે રજૂઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
