રાજકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી કરીને બે વર્ષથી નાસતા ફરતા શખ્સને બોટાદ LCBપોલીસે શહેરનાં લાતી બજારની પાછળના વિસ્તારમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી આરોપીએ તીર્થધામે યાત્રા કરાવવાની લાલચ આપી લોકો પાસેથી નાણા ઉધરાવ્યા હતા.બોટાદ શહેરનાં લાતી બજારની પાછળ રહેતા અજીત ઉર્ફે પ્રભુજી બળવંતભાઈ ચૌહાણે બે વર્ષ પહેલા રાજકોટ પંથકમાં અનેક લોકોની સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી કરી હતી.
જે બાબતે રાજકોટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસ ઘાતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપી નાસતો ફરતો હતો.બોટાદ LCBપોલીસને બાતમી મળેલ કે અજીત ઉર્ફે પ્રભુજી બળવંતભાઈ ચૌહાણ જે છેતરપિંડી ના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરે છે જે હાલ તે બોટાદના લાતી બજાર પાછળ તેના ઘરે છે. જેથી બોટાદ LCBપીઆઈએ જી સોલંકીએ તેમના સ્ટાફને સુચના આપતા LCBપોલીસ લાતી બજાર પાછળ રહેતા અજીત ઉર્ફે પ્રભુજી બળવંતભાઈ ચૌહાણની તેના ઘરેથી ધરપકડ કરેલ અને વઘુ તપાસ હાથ ધરી હતી આરોપીએ અગાઉ ફરિદ્વારની યાત્રાના નામે 4હજાર મહિલા સાથે નાણા ઉધરાવી લાખો રૂપિયાની ઠગાઇ કરી હતી. આરોપી પોતે કથાકાર હોવાનું પોલીસ સુત્રો માંથી જાણવા મળ્યુ છે.
