પ્રભાસપાટણ વિસ્તારમાં રસ્તા પરના ગેરકાયદેસર કોમર્સિયલ દબાણો દૂર કરતું તંત્ર

જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણના શંખ સર્કલથી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાની બાજુમાં આવેલ 41 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા…

જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણના શંખ સર્કલથી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાની બાજુમાં આવેલ 41 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેનાથી આશરે 20 કરોડની કિંમતની 5,000 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી.ઉપરાંત,પ્રભાસ પાટણમાં આવેલ પવિત્ર યાત્રા સ્થળ ત્રિવેણી ઘાટની બહારના ભાગમાં આવેલ 35 જેટલા લારી,ગલ્લા, કેબિનો પ્રકારના કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જેનાથી આશરે 1500 ચો.મી. જમીન ખુલ્લી થયેલ છે.આમ, આ જાહેર રસ્તા પરના ગેરકાયદેસર દબાણ દૂર થવાથી રસ્તા પર થતા અકસ્માતમાં ઘટાડો થશે અને શ્રી સોમનાથ મંદિર ખાતે આવતા યાત્રાળુઓની પડતી અડચણો ઓછી થશે.


સોમનાથ શંખ ચક્ર પાસે અને ત્રિવેણી સંગમ ની આજુબાજુ ના દબાણો દૂર કરવા નોટીસ આપવામાં આવેલ જેમાં થી અમુક લોકો એ સ્વેચ્છા એ દબાણો હટાવેલ અને બાકીના દબાણો નગરપાલિકા દ્વારા દુર કરવામાં આવેલ જેમાં સોમનાથ શંખ ચક્ર ની આજુબાજુ હાઈવે રોડ ઉપર કાચા પાકા 40 દબાણો દૂર કરવા આવેલ જ્યારે ત્રિવેણી સંગમ ની આજુબાજુ ના 35 કાચા દબાણો દૂર કરવામાં આવેલ છે આ દબાણો દૂર કરવા નગરપાલિકા ના ચીફ ઓફિસર અને 30 જણ નો સ્ટાફ મામલતદાર કચેરી સ્ટાફ અને પ્રભાસપાટણ 10 પોલીસ સ્ટાફ અને 2 જે સી બી અને 4 ટ્રેકટરો ની મદદથી આ તમામ દબાણો દૂર કરવા મા આવેલ છે.

આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ કે નગરપાલિકા દ્વારા કલેકટર ના માર્ગદર્શન મુજમ બે દિવસ થી આ કામગીરી ચાલુ છે જેમા વેરાવળ નમસ્તે હોટલ વાળા રોડ ઉપર હાઈવે રોડ ઉપર ટ્રાફિક ને અડચણ રૂૂપ 150 દબાણો દુર કરેલ છે અને સોમનાથ ખાતે ટ્રાફિક ને અડચણ રૂૂપ શંખ ચક્ર ની બાજુમાં નડતર રૂૂપ 40 પાકા દબાણો તેમજ ત્રિવેણી સંગમ ઉપર 35 કાચા દબાણો દૂર કરવામાં આવેલ છે આ દબાણો દૂર થવા થી ટ્રાફિક નો પ્રશ્ન હલ થશે અને સોમનાથ આવતા યાત્રિકો સુવિધા મા વધારો થશે અને સારી છાપ લય ને જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *