કેશોદના જોનપુર નજીક રિક્ષાને આંતરી વૃધ્ધ ઉપર આર્મીમેનનો છરી-પાઇપથી હુમલો

કેશોદના બામણાસા ઘેડ ગામે રહેતા વૃધ્ધ કેશોદ કોર્ટ મુદતેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જોનપુર ગામ પાસે બાઇક ચાલક આર્મીમેને રિક્ષાને આંતરી વૃધ્ધ ઉપર જૂની…

કેશોદના બામણાસા ઘેડ ગામે રહેતા વૃધ્ધ કેશોદ કોર્ટ મુદતેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જોનપુર ગામ પાસે બાઇક ચાલક આર્મીમેને રિક્ષાને આંતરી વૃધ્ધ ઉપર જૂની અદાવતનો ખાર રાખી છરી અને પાઇપ વડે હુમલો કરી વૃધ્ધના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. વૃધ્ધને ગંભીર ઇજા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જીવલેણ હુમલો કરનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેશોદના બામણાસા ઘેડ ગામે રહેતા દેવાયતભાઇ મંગાભાઇ માકડીયા નામના 62 વર્ષના વૃધ્ધ રિક્ષમાં બેસી કેશોદથી બામણાસા ઘેડ ગામ તરફ જઇ રહ્યા હતા.

ત્યારે જોનપુર ગામ પાસે પહોંચતા બાઇકમાં ધસી આવેલા બામણાસાના વતની અને આર્મીમાં ફરજ બજાવતા આર્મીમેન ઇન્દ્રેશ અરજણભાઇ વડીયાતરે રિક્ષાને આંતરી દેવાયતભાઇ માકડીયા ઉપર પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવયેલા વૃધ્ધને કેશોદ અને જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે ઇજાગ્રસ્ત વૃધ્ધના પુત્ર લલિતભાઇ માકડીયાએ કેશોદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, દેવાયતભાઇ માકડીયા કેશોદ કોર્ટ મુદતેથી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. ત્યારે અગાઉ થયેલી મારામારીનો ખાર રાખી આર્મીમેન ઇન્દ્રેશ વડીયાતરે રિક્ષાને આંતરી પાઇપ વડે હુમલો કરી બંન્ને હાથ પગમાં ફેકચર જેવી ઇજા પહોંચાડી માથામાં છરીનો ઘા ઝીંકી દીધો હોવાનું જણાવ્યુ હતું. ફરિયાદના આધારે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *