ફૂડ વિભાગનું 35 એકમોમાં ચેકિંગ, 30 નમૂનાની સ્થળ પર ચકાસણી, 12ને લાઈસન્સ અંગે નોટિસ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ચેકિંગ કામગીરી દરમિયાન અયોધ્યા ચોક પાસે રવિ રેસ્ટોરન્ટમાંથી 19 કિલો વાસી પનરી પાસતાનો જથ્થો તેમજ વોકહાર્ટ હોસ્પિટલ પાસે આવેલ અમૃત સરિયા પંજાબી એન્ડ ચાઇનીસ માથી વાસી ચટણી દાળ મંચુરિયન સહિતનો આઠ કિલો જથ્થો ઝડપી પાડી બને એકમોને યોગ્ય સ્ટોરેજ જાળવવા નોટીસ આપી હતી. તેમજ અન્ય 35 ધંધાથીઓને ત્યા ચકાસણી કરી 12 પેઢીને લાયસન્સ અંગે નોટીસ ફટકારી બે સ્થળેથી મીઠી ચટણી અને ગાઠીયાના સભારાનું સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યું હતુ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના મંગળા મેઇન રોડ તથા ભક્તિનગર હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 35 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ જેમાં (1)જલારામ નમકીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)અંજલી પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)જલારામ પ્રોવિઝન સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)ઠાકર ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જરીયા પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ઉમિયાજી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શ્રી નાથજી ગાંઠિયા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)સાંઈનાથ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)મુન્ના કરિયાણા ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)રૂૂપારેલીયા નમકીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)શ્રી ક્રુષ્ણ ફરસાણ હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)આશાપુરા રસ ડીપો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી. તથા (13)શુભમ જનરલ કોલ્ડ્રિંક્સ (14)નવરંગ મસાલા મીલ (15)પટેલ આઈસક્રીમ (16)જનતા બેકરી (17)અરિહંત નમકીન (18)છ.ઊં શોપિંગ પોઈન્ટ (19)ગાયત્રી જનરલ સ્ટોર્સ (20)પાલજી સોડા શોપ (21)રાજસ્થાની ભૂંગળા બટેટા (22)શિવ લાઈવ ઘૂઘરા (23)પનીર ચુરમા (24)પટેલ દાબેલી (25)જયદીપ વડાપાઉં (26)પટેલ વડાપાઉં (27)બોમ્બે પીઝા ફાસ્ટફૂટ (28)રાજુભાઇ પાણીપુરીવાળા (29)બાલાજી વડાપાઉં (30)કુલડ પીઝા (31)શિવ બર્ગર સેન્ડવિચ (32)અનમોલ ઘૂઘરા (33)રામ ચાઇનીઝ (34)જલારામ પાણીપુરી (35)બાલાજી ચાઇનીઝની ચકાસણી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા (1) ગાંઠિયાનો સંભારો (લુઝ) : સ્થળ – બજરંગ ગાંઠિયા ભજીયા, વાગડ ચોકડી, મવડી, રાજકોટ. (2) મીઠી ચટણી (લુઝ) : સ્થળ – બજરંગ ગાંઠિયા ભજીયા, વાગડ ચોકડી, મવડી, રાજકોટ. નમૂના લઇ લેબમાં મોકલી આપેલ હતા.
