ભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત

કયા કારણોસર પગલું ભરી લીધું? પોલીસે પરિવારનું નિવેદન લીધું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં…

કયા કારણોસર પગલું ભરી લીધું? પોલીસે પરિવારનું નિવેદન લીધું

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ ડાભી (ઉ.વ.55) અને ગીતાબેન ગુણવંતભાઈ ડાભી (ઉ.વ.53)એ પોતાના ઘરની છતની હુક સાથે દોરડું બાંધી એક દોરડામાં બન્નેએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ બન્નેના મૃતદેહને પીએમ માટે સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે તપાસ કરતા મૃતક દંપતિને સંતાનમાં બે દિકરી અને એક દિકરો હોય અને દિકરો આર્મીમાં નોકરી કરતો હતો.

દિકરો વર્ષ દરમિયાન ત્રણ મહિના જેટલા સમય જ રજામાં ઘરે આવતો હોય અને તેને માતા-પિતાએ રજામાં રોકાઈ જવાનું કહેતા હોય અને આજે તેમના દિકરા કિશોરભાઈ કામ અર્થે ભાવનગર આવ્યા હતા અને પુત્ર વધુ પિયર ગઈ હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર દંપતિએ આ પગલું ભર્યું હતું. આ અંગે સોનગઢ પોલીસે મૃતક દંપતિના પુત્રના નિવેદનના આધારે અકસ્માતે મોત ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *