રાજકોટ આવતી ટ્રેનમાંથી 8 લાખનો ગાંજો પકડાયો

  સિકંદરાબાદ એકસપ્રેસ ટ્રેનમાં વડોદરા એલસીબીની ટીમનો દરોડો, સપ્લાયર વિદ્યાર્થી અને ભાવનગરના રીસીવરની ધરપકડ સિક્ધદ્રાબાદ થી રાજકોટ આવતી ટ્રેનમાં સુરત રેલ્વે પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્કનો…

 

સિકંદરાબાદ એકસપ્રેસ ટ્રેનમાં વડોદરા એલસીબીની ટીમનો દરોડો, સપ્લાયર વિદ્યાર્થી અને ભાવનગરના રીસીવરની ધરપકડ

સિક્ધદ્રાબાદ થી રાજકોટ આવતી ટ્રેનમાં સુરત રેલ્વે પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી સપ્લાયર અને રિસીવરની ધરપકડ કરી રૂૂ.8 લાખનો કુલ 16.105 કિ.ગ્રા. ગાંજાના જથ્થો મળી કુલ 9,24,260નો મુદામાલ કબજે કર્યો હતો.

સિક્ધદ્રાબાદ થી રાજકોટ આવતી સિક્ધદ્રાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાનો જથ્થો આવતો હોવાની બાતમી વડોદરા રેલ્વે એલસીબ ના પીએસઆઈ રવિરાજસિંહ જાડેજાને મળી હતી. જેના આધારે ટીમના માણસો અલગ અલગ રેલ્વે સ્ટેશન ઉપર વોચ પેટ્રોલીંગ કરતા હાજર હતા દરમ્યાન નવસારી રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.01 ઉપર ટ્રેન નં.22718 સિકંદ્રાબાદ રાજકોટ સુપર ફાસ્ટ એક્સ. ટ્રેન આવતા ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરોના સરસામાન ઉપર વોંચ કરતા હાજર હતા તે દરમ્યાન પ્લેટફોર્મ નં.01 ના વચ્ચેના ભાગે રેલ્વે પોલીસ ચોકીની બાજુમાં આવેલ ફુટ ઓવર ઓવરબ્રીજ ઉપર થી એક શકમંદને અટકાવી તલાશી લેતા તેની પાસેથી રૂૂ.8 લાખનો કુલ 16.105 કિ.ગ્રા. ગાંજાના જથ્થો મળી આવ્યો હતો.

રેલ્વે એલ સી બીની ટીમે મૂળ ઓરીસ્સાના ગંજામ જીલ્લાના ગામ-કોદલા રેન્જર બંગલા પાસે રહેતા આઇ.ટી.આઇમાં અભ્યાસ કરતા સાગર નારાયણ બહેરા (ઉ.વ.19)ની ધરપકડ કરી હતી પુછપરછ કરતા આ જથ્થો ભાવનગરના વતની હાલ સુરત કામરેજમાં સહજાનંદ રેસીડેન્સી દિનેશભાઇના ભાડાના મકાનમાં રહેતા મોબાઈલ લે-વેચનો ધંધો કરતા સંજય ઉર્ફે લાલુ ધુર્લભભાઇ વ્યાસ (ઉ.વ.28) મંગાવ્યો હોવાનું ખુલ્યું હોય સંજયની પણ ધરપકડ કરવામાં આવી છે.

ડી.જી.પી., સિઆઈડી- ક્રાઇમ અને રેલ્વેઝના ડો. કે.એલ.એન. રાવ,રેલ્વેના ડીઆઈજી પરીક્ષીતા રાઠોડ,રેલ્વેના એસપી અભય સોનીની સુચના અને માર્ગદર્શન હેઠળ સુરત એલ.સી.બી.ના પી.આઈ તરૂૂણ પટેલ, પીએસઆઈ રવિરાજસિંહ જાડેજા સાથે સ્ટાફના પ્રકાશભાઇ તેજાભાઇ, મહેશકુમાર માલજીભાઇ, પ્રવિણ રઘુનાથ, વિનોદ પુરણ બહાદુર,મેહુલભાઇ વશરામભાઇ, નિલેશભાઇ અરવિંદભાઇ તથા રાજેન્દ્રસિંહ કરશનભાઇ એસ.ઓ.જી. પ.રે.વડોદરા, જીગ્નેશ તપોધન સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *