રાજકોટમાં અર્જુન જવેેલર્સના કેશિયર દ્વારા 1.99 કરોડની ઉચાપત

ગ્રાહકોને અલગ અલગ સ્કીમોની લાલચ આપી 1.74 કરોડ લીધા બાદ 25.57 લાખના દાગીનાના ખોટા બિલો બનાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ સાથે…

ગ્રાહકોને અલગ અલગ સ્કીમોની લાલચ આપી 1.74 કરોડ લીધા બાદ 25.57 લાખના દાગીનાના ખોટા બિલો બનાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ

રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ સાથે કામ કરતાં કારીગરો સોના ચાંદીના દાગીના લઈને નાસી છુટયા હોવાનું છાશવારે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં આવેલા નામાંકીત અર્જુન જવેલર્સ શો રૂમના માલિકે ત્રણ વર્ષથી કેશીયર તરીકે ફરજ બજાવતાં યુવાન પર કરેલો વિશ્ર્વાસ કરી યુવકને હેડ કેશીયરનું પ્રમોશન આપી દીધું હતું. શો રૂમના માલીકે કેશીયર પર કરેલો ભરોસો ભારે પડયો હોય તેમ કેશીયરે ગ્રાહકોને અલગ અલગ સ્કીમોની લાલચ આપી રૂા.1.74 કરોડ મેળવી લીધા બાદ 25.57 લાખના દાગીનાના બોગસ વાઉચર અને બીલો બનાવી 1.99 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં નાનામવા મેઈન રોડ પર આવેલ શાંકેત પાર્કમાં રહેતા અને રાજકોટમાં અને જામનગરમાં અર્જુન જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતાં મનીષભાઈ નથુભાઈ ઘાડીયા તાલુકા પોલીસ મથકમાં શો રૂમમાં ફરજ બજાવતાં હેડ કેશીયર હિતેશ શૈલેષભાઈ પરમાર વિરૂધ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. મનીષભાઈ ઘાડીયાએ નોંધાવેલી ફરિયાદમાં નાના મૌવા રોડ ઉપર અર્જુન જવેલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામનો શો રૂૂમ આવેલ ત્યાં હિતેષભાઇ શૈલેષભાઇ 5રમાર (રહે. બાલાજી હોલ રાજકોટ મુળ વતન બોરસદ ગામ તા બોરસદ)ને તા 12 08 2022થી કેશીયર તરીકે નોકરી ઉપર રાખેલ હતો અને આ શો રૂૂમમાં ત્રણ વર્ષથી વધારે સમય સુધી નોકરી પર ચાલુ રહેતા શો રૂૂમના નિયમ મુજબ અનુભવના આધારે કેશીયરના હેડ તરીકેની જવાબદારી સોપેલી ત્યારબાદ તા 26 12 2024 થી હિતેષ પરમારને મવડી રોડ ઉપર આવેલ અર્જુન જ્વેલર્સમાં કેશીયર હેડ તરીકે બદલી કરેલી એમ જરૂૂરીયાત મુજબ કંપનીની અલગ અલગ બ્રાન્ચમાં કાર્યભાર સંભાળતા હતા અને પોતાના વાકચાતુર્યથી વિશ્વાસ કેળવી કં પનીના મોબાઇલમાંથી ડાયરેક્ટ કસ્ટમરોનો સંપર્ક કરીને તેમનો પણ વિશ્વાસ જીતી લીધેલ હતો અને તા 17 07 2025 ના રોજ અમોએ અર્જુન જ્વેલર્સના નામથી જામનગરમાં પણ બ્રાન્ચ ખોલેલ હોય અને હિતેષ પરમારનુ ડેપ્યુટેશન જામનગર બ્રાન્ચ ખાતે કરેલ અને ત્યાં પણ હિતેષને કેશીયર તરીકે રાખેલ હતો અને વિશ્વાસુ માણસ તરીકે સંપુર્ણ જવાબદારી સોપેલ હતી ત્યારબાદ તેમની ગેરવર્તણુકને કારણે તા 05 08 2025 થી નોકરીમાંથી છુટા કરેલ હતા

આ હિતેષ પરમારને છુટો કર્યાના અઠવાડીયા બાદ ગ્રાહકો મવડી ખાતે આવેલા અર્જુન જવેલર્સના શો રૂમ ખાતે વારાફરતી આવતા હતાં અને હિતેશ પરમારે આપેલી અલગ અલગ સ્કીમમાં નાણા રોકયા હોવાનું જણાવ્યું હતું અને જેના બોગસ વાઉચર અને બીલો બનાવી ગ્રાહકો અને અર્જુન જવેલર્સ શો રૂમ સાથે રૂા.1,99,67,800ની છેતરપીંડી આચરી હોવાની તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *