રાજકોટ રેન્જના પાંચ જીલ્લામાં વ્યાજખોરો અને ભૂ માફિયાને સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ આઇ.જી. તરીકે નિર્લિપ્ત રાયે દ્વારા યોજાયેલ બે દિવસીય જનસંપર્ક સભામાં પાંચ જીલ્લાના અરજદારો ન્યાયની આશા સાથે ઉમટી પડ્યા હતા. ગેરકાયદેસર નાણા ધીરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ માટેની આ જનસંપર્ક સભાના પ્રથમ દિવસે વ્યાજખોરોથી પરેશાન 35 અરજદારોને રેન્જ આઇજીના લોક દરબારમાં વ્યાજખોરો સામે ફરિયાદ કરી છે.રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવ ભૂમિ દ્વારકા જીલ્લાના અરજદારો ન્યાય મેળવવા માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય સમક્ષ રજૂઆત માટે આવ્યા હતા. વ્યાજખોરો સામેની ફરિયાદમાં સુરેન્દ્રનગરમાં એક અરજદારે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, વ્યાજખોરોને 1 લાખની સામે 4 લાખ ચૂકવી દીધા બાદ પણ 20 લાખની માંગણી અને જમીન પચાવી પાડવાની ધમકી આપે છે. જેને લીધે પરિવાર ગામ છોડી બહાર રહે છે અને આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો નથી.ગોંડલના રહેવાસીએ કોરોના મહામારી વખતે વ્યાજે લીધેલા 4 લાખ સામે સિક્યુરિટી પેટે રાખેલી 1.50 કરોડની જમીન રાજકોટના પટેલ ઇન્વેસ્ટમેન્ટના અલ્પેશ દોંગા દ્વારા પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
મોરબીના એક અરજદાર ચિરાગભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, તે મોરબી રહે છે અને તેમણે પ્રકાશભાઈ અને સતીષભાઈ પીઠમલ પાસેથી રૂૂ.8 લાખ વ્યાજે લીધેલા હતા. તે વખતે મેં પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તે વખતે અમારે એવી શરત હતી કે જ્યારે રૂૂપિયા પરત આપું ત્યારે પ્લોટનો દસ્તાવેજ પરત કરી આપે. 8 માસ સુધી દર મહિને રૂૂ.24000 વ્યાજ આપ્યું. બાદ મૂળ રકમ 8 લાખ પરત આપ્યા પણ પછી ચિરાગભાઈને પ્લોટનો દસ્તાવેજ પરત કરવામાં ન આવ્યો. આ બાબતે મોરબી એ ડિવિઝન અને ગાંધીનગરમાં પણ અરજી કરેલી હતી.મોરબી એ ડિવિઝન પોલીસ માંથી એવું કહેવામાં આવ્યું કે, તું તારા રૂૂ.5 લાખ લઈ લે અને રૂૂ.40 લાખનો દસ્તાવેજ ભૂલી જા. જોકે મે તે કરવાની ના પાડી કારણકે મારે રૂૂ.40 લાખનો પ્લોટ હતો અને તેથી કાયદેસર એફઆઈઆર કરવા માટે વાત કરી હતી.
જોકે સામા પક્ષ પાસેથી લાંચ લેતા પોલીસ હિતેશ મકવાણા અને શુક્લા લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. ન્યાય માટે રેન્જ આઈજી રજૂઆત કરી હતી, રેન્જ આઇજી દ્વારા આ પ્રકરણમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સાંગોલ ગામના રસિકભાઈ ગોયલે કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, ટ્રેકટરના હપ્તા ભરવા માટે શિરવાણીયા ગામના ઉદય ખવડ પાસેથી રૂૂ.1 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે રૂૂ.4 લાખ ચૂકવી દીધા બાદ પણ રૂૂ.20 લાખ માંગે છે. આ ઉપરાંત મારી 10 વિઘા જમીન પચાવી પાડવા દબાણ કરે છે. જેનાથી કંટાળી છ મહિનાથી પરિવાર સાથે ગામથી દુર રહું છું. ધજાળા પોલીસમાં રસિકભાઈના ભાઈએ અરજી કરી પણ ફરિયાદ લેવામાં આવતી નથી.
વ્યાજખોરથી છૂટકારો મેળવવા માંગીએ છીએ અન્યથા અમે મરવા તૈયાર છીએ.ગોંડલના ધનજીભાઈ મોરીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન રૂૂપિયાની જરૂૂરિયાત હોવાથી મિત્ર મનીષ દાફડા મારફત રાજકોટમાં પટેલ ઇન્વેસ્ટમેન્ટમાંથી 3 ટકા લેખે રૂૂ.4 લાખ લીધા હતા. જેની સામે સિક્યુરિટી પેટે જમીન આપી હતી. જે બાદ 6 માસ સુધી વ્યાજ ભર્યું પરંતુ તે પાર્ટી ઉઠવાની તૈયારી હોય તેવું લાગતા વ્યાજ ભરવાનું બંધ કરી દીધું. જ્યાં ટ્રસ્ટી અલ્પેશ દોંગા હતા.
જેમણે ભારતીબેન પરસાણાના નામનો અમારી જમીનનો પાકો દસ્તાવેજ કરાવી નાખ્યો. હવે તેઓ એવું કહે છે કે અમે વેચાતી જમીન લીધી છે. રૂૂ.1.50 કરોડની કિંમતની 3 એકરની જમીન પચાવી પાડી છે. ધનજીભાઈ મોરીને તેમની જમીન પરત અપાવવા રેન્જ આઈજી સમક્ષ ગુહાર લગાવી હતી. વાંકાનેરના પ્રીતિબેન ભાવસારના પતિ 9 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. પુત્રને કોલસાના બિઝનેસમાં રૂૂપિયાની જરૂૂરિયાત માટે વેવાઇ શ્યામ કુંવારીયા પાસેથી રૂૂ.11 લાખ વ્યાજે લીધા હતા. જે રકમ ઉપરાંત વધુ રૂૂ.21 લાખ માંગતા હોવાની ફરિયાદ કરી હતી.
