જંગલેશ્ર્વરમાં મોદી વિરોધી દેખાવો, ડિમોલિશનની કામગીરી અચાનક ધીમી

મહાનગરપાલિકાએ 40 ટકા સાધનો-સ્ટાફ ઘટાડી નાખ્યો, બપોર સુધીમાં 1498માંથી 1330 દબાણો હટાવાયા મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વરમાં ગઇકાલની અધુરી રહેલી ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી આગળ ધપાવી હતી.…

મહાનગરપાલિકાએ 40 ટકા સાધનો-સ્ટાફ ઘટાડી નાખ્યો, બપોર સુધીમાં 1498માંથી 1330 દબાણો હટાવાયા

મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વરમાં ગઇકાલની અધુરી રહેલી ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી આગળ ધપાવી હતી. બાકી રહી ગયેલા 378 મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કર્યા બાદ અત્યાર સુધી શાંત રહેલ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હોય તેમ બે વ્યક્તિ દ્વારા ગળામાં બેનર લગાવી મોદી વિરોધી નારેબાજી કરતા પોલીસે બંન્નેની અટકાયત કરી હતી. જયારે ડિમોલિશનની કામગીરી આજે અચાનક ધીમી ચાલતી હોવાનુ મળ્યુ હતુ. કુલ 1498 મકાનો પૈકી બપોર સુધીમાં 1330 દબાણો દુર કરવામાં આવ્યા હતા. જેના કારણે સાંજ સુધીમાં ડિમોલીશનની કામગીરી પૂર્ણ થવાની સંભાવના તંત્ર દ્વારા વ્યકત કરવામાં આવી હતી.

જંગલેશ્ર્વરમાં આજે સવારથી બાકી રહેલા 378 બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. જે બપોર સુધીમાં પૂર્ણ થયા બાદ કાટમાળ હટાવવાની અને સફાઇ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જે બે દિવસ ચાલનાર હોવાનુ જાણવા મળેલ છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલીશનમાં 87000 ચોરસ મીટર જમીનમાં ગેરકાયદેસર ખડકાયેલા 1489 મકાનમાંથી આજે શાંતિપુર્ણ માહોલમાં પ્રથમ દિવસે રાજકોટ મહાપાલિકાએ મકાન નેસ્તનાબુદ કરી પ્રથમ દિવસનું ઓપરેશન સમાપ્ત કર્યું છે. બાકી રહેલા 378 મકાન તોડવાની કાર્યવાહી આજે સવારે શરૂ કરવામાં આવી હતી.

જંગલેશ્વર વિસ્તારમાં નદીકાંઠામાં સૌથી વધુ 992 મકાન અને ટી.પી. રોડ ઉપરના 497 આસામીઓ દ્વારા રહેણાંક, કોર્મશિયલ દબાણ કરી લેવામાં આવતા તમામ આસામીઓને મહાપાલિકા દ્વારા મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ, મહાપાલિકાની ટીમ દ્વારા મિલકત ધારકોને મકાન ખાલી કરવા સમજાવવામાં આવ્યા હતા અને ગઇકાલે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યુ હતું. આજની કામગીરી ધીમી હોવાથી બપોર સુધીમાં 1330 દબાણો દુર થયાનુ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

જંગલેશ્ર્વરમાં સોમવારે સવારે 7 વાગ્યે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ 7 સેક્ટરમાં વિભાજન કરી ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. જેમાં 42 ટીમ બનાવી 63 જેસીબી, 7 હિટાચી, 42 ગેસ કટર, 290 ટ્રેક્ટર, 50 બ્રેકર સાથે એક સાથે 7 શેરીમાં ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ દિવસે 87000 ચોરસ મીટર જમીનમાંથી 54000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. બાકીની 33000 ચોરસ મીટર ઉપર 378 મકાન તોડવાની કામગીરી આજેે બીજા દિવસે પણ કરવામાં આવી આજે મહાપાલિકાની ટીમ દ્વારા નદીકાંઠાના અને ટીપી રોડના બાકી રહેલા મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા.

આવતીકાલથી રોડ મેપીંગ

મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વરમાં ગઇકાલથી ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે આજ રાત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના જોવાઇ રહી છે. નદીકાંઠા વિસ્તારમાં કાટમાળ અને સફાઇ થયા બાદ દિવાલ ચણવામાં આવશે. પરંતુ ટીપી રોડ ઉપરથી ડિમોલીશન કરવામાં આવેલ 447 મકાનોનો કાટમાળ દુર કરી સફાઇ કર્યા બાદ આવતીકાલથી રોડ પહોળો કરવા માટે પીજીવીસીએલ સાથે સંકલન સાધી રોડ મેપીંગ કરવામાં આવશે. જે કામગીરી પૂર્ણ થયા બાદ ગુરુવારથી યુધ્ધના ધોરણે પેવર કામ શરૂ કરવામાં આવશે. તેમ તંત્રમાંથી જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *