લાલપુર તાલુકાના સીંગચ ગામેથી વધુ એક ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો

જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર જિલ્લામાં ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની ડીગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ્ત તબીબો ને પકડવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખી…

જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર જિલ્લામાં ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની ડીગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ્ત તબીબો ને પકડવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખી છે, જેના ભાગરૂૂપે આજે સિંગચ ગામમાંથી એક બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની સામે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા લાલપુર તાલુકાના સિંગચ ગામની નવી સોસાયટી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન મહાનંદા કમળકંતા ગોસ્વામી (ઉ.વ. 51, ધંધો બોગસ ડોકટર) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી હાલ સિંગચ ગામમાં રહે છે તથા મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યનો નિવાસી છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપતા હતા, જેના કારણે માનવજીવન તથા શારીરિક સલામતીને જોખમ થવાની શક્યતા ઊભી થઈ હતી. આરોપી દ્વારા આ રીતે ગેરકાયદેસર સારવાર આપી રૂૂપિયા વસુલ કરવામાં આવતા હતા. પોલીસે આરોપીના કબ્જામાંથી દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ રૂૂપિયા 8,435નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને મેઘપર (પડાણા) પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે મામલે મેઘપર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *