કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, શાહી સ્નાનનો અધિકાર કોણે આપ્યો?

નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુએ સાધુ-સંતોના મૌન સામે ઉઠાવ્યા સવાલ મૃગી કુંડ સુધી પહોંચાડનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની માગણી, પવિત્ર મેળાને રાજકારણનો અખાડો…

નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુએ સાધુ-સંતોના મૌન સામે ઉઠાવ્યા સવાલ

મૃગી કુંડ સુધી પહોંચાડનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની માગણી, પવિત્ર મેળાને રાજકારણનો અખાડો બનાવી દીધાનો આરોપ

જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે અને મહિલા PI સામેની દાદાગીરી કીર્તિ પટેલને ભારે પડી શકે છે. કારણ કે ગત રોજ મહિલા PI પોલીસની ફરજમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધાયા બાદ વધુ એક વાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે બેવડાઈ છે.

આ ફરિયાદ ભાલકાતીર્થ નજીક આવેલ નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ આ ગુનો નોંધવામાં આવ્યો છે.

મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ જણાવ્યું હતું કે ગિરનાર અને ભવનાથના સાધુ-સંતો કદાચ કોઈ કારણસર દબાયેલા અનુભવતા હોય એવું જણાય છે, પરંતુ સનાતન ધર્મની પરંપરાનું અપમાન ચલાવી લેવાય નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આપણે ગિરનારની પવિત્રતા બચાવવી છે અને તેના માટે જ મેં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. જૂનાગઢ પોલીસની ટીમ તેમની પાસે પહોંચી હતી અને બાપુએ મૃગીકુંડમાં ગેરકાયદે સ્નાન કરવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવીને તપાસની માંગ કરી છે. તદુપરાંત આવું કૃત્ય કરનાર અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભવનાથમાં રાજકારણ ઘૂસ્યું છે કે, જેમાં આ વર્ષે શિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં કીર્તિ નામની પટેલ નાગા સાધુઓ સાથે શાહી સ્નાનમાં ઘૂસી હતી અને બધા સાધુ-સંતોને નાગાઓ સાથે શાહી સ્નાન કર્યું. આ કીર્તિ પટેલને શાહી સ્નાન કરવાનો અધિકાર કોણે આપ્યો. ઇન્દ્રભારતી બાપુ અને હરિહરાનંદ બાપુએ આ કીર્તિ પટેલને કોણે દીક્ષા આપી છે અને જેટલા પણ રાજકારણીઓ છે તે તેને સહકાર આપે છે. હરીહરાનંદ ભારતી ને ઇન્દ્રભારતી ને ખૂટવાળા મહાત્મા અને મુક્તાનંદ આચાર્ય સંતો કે મૌન રહે છે ? મહેશગીરીને સહકાર આપો તે સત્યવાદી સંત છે.

ભાલકા તીર્થ સ્થિત નિરાલી ખોડીયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુએ જૂનાગઢ શિવરાત્રી મેળાના વર્તમાન આયોજન અને તેમાં વ્યાપેલી ગેરરીતિઓ સામે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા સાત-આઠ વર્ષથી આ મેળામાં જતા નથી કારણ કે, હવે આ પવિત્ર મેળો સંપૂર્ણપણે રાજકારણનો અખાડો બની ગયો છે. સંતોના આ મેળામાં સનાતન પરંપરાઓનું ચીરહરણ થઈ રહ્યું હોવાનો અને સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ માનીતા સાધુઓનો દબદબો વધી ગયો હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *