લેન્સ અને બાજી પલટી નાખતા કેમિકલવાળા પત્તાનો વધુ એક કેસ

ક્રાઇમ બ્રાંચે પકડેલા વિપુલ પટેલને વધુ એકવાર કેમિકલવાળા પત્તા અને બ્લુટુથ તેમજ લેન્સ સહિત રૂા. 2.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો સૌરાષ્ટ્રમા સાતમ – આઠમ…

ક્રાઇમ બ્રાંચે પકડેલા વિપુલ પટેલને વધુ એકવાર કેમિકલવાળા પત્તા અને બ્લુટુથ તેમજ લેન્સ સહિત રૂા. 2.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો

સૌરાષ્ટ્રમા સાતમ – આઠમ આવતાની સાથે શ્રાવણીયો જુગાર રમવાની મોસમ પુરબહારમા ખીલી હોય તેમ શહેરોમા અને ગ્રામ્ય વિસ્તારમા ચોરી છુપીથી જુગાર રમાય રહયો છે. શ્રાવણ મહીનામા અને શકુનીઓ પણ તેમા ઝડપાય જતા હોય છે જો કે જુગારીઓ જીતવા માટે ગમે તે હદે જતા હોય છે . પોલીસ ગમે તેટલો ચાપતો બંદોબસ્ત રાખે પરંતુ જુગારીઓ રમવાનુ બહાનુ અને મોકો બંને શોધી લેતા હોય છે. જો કે બદલાતી ટેકનોલોજી સાથે જુગાર પણ હાઇટેક બનતો જઇ રહયો છે. કોઇ ઓનલાઇન તીન પતી રમીને પકડાયા વગર જુગાર રમે છે તો કોઇ વળી વીડીયો કોલ દ્વારા પણ જુગાર રમતા જોવા મળે છે.

પરંતુ હવે એવા હાઇટેક પતા આવી ગયા છે કે જે પતા વહેચતા જ ખબર પડી જાય છે કે કઇ બાજી જીતશે . આવી રીતે રાજકોટ શહેરમા માલવીયા પોલીસ મથકનાં પીઆઇ આર. જે. દેસાઇની રાહબરીમા ડી સ્ટાફનાં એએસઆઇ હીરેનભાઇ પરમાર અને એ. બી. વીકમા સહીતનાં સ્ટાફે ગોકુલ નગર મેઇન રોડ ગોકુલ ધામ સોસાયટી શેરી નં 1 નાં છેડે આવેલા વીપુલભાઇ રમેશભાઇ સાપરીયા (પટેલ ) નાં રૂમમાથી કેમીકલવાળા જુગાર રમવાનાં પતા, આંખનાં લેન્સ અને બે મોબાઇલ મળી રૂ. ર.69 લાખનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દીવસ પહેલા જ ક્રાઇમ બ્રાંચે વિપુલ પટેલને કેમીકલ વાળા પતા, લેન્સ, તેમજ સેન્સરવાળા બ્લુટુથ સહીતનાં મુદામાલ સાથે ઝડપી પાડયો હતો અને હાલ વધુ એક વખત વિપુલ પટેલને કેમીકલ વાળા પતા સાથે માલવીયા નગર પોલીસે ઝડપી પાડતા તેમનાં વિરુધ્ધ પોલીસ સ્ટેશનમા જાણવા જોગ હેઠળ નોંધ કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *