ધોરાજીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની હડતાલ

ધોરાજી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી માં ફરજ બજાવતા બહેનો અને હેલ્પર દ્વારા વિવિધ માગણીઓ મુદ્દે આક્રોશભેર નારાબાજી અને પગાર વધારા સહિતની માગણીઓ ઉચ્ચારવામાં…

ધોરાજી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી માં ફરજ બજાવતા બહેનો અને હેલ્પર દ્વારા વિવિધ માગણીઓ મુદ્દે આક્રોશભેર નારાબાજી અને પગાર વધારા સહિતની માગણીઓ ઉચ્ચારવામાં આવી હતી. ધોરાજી શહેર વિસ્તારના આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર અને હેલ્પર બહેનો ધોરાજી ખાતે પોતાની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જેમાં મહિલા કાર્યકરોએ સરકારની નીતિ રીતે સામે સવાલ ઉઠાવ્યા હતા અને સરકાર લુચ્ચાઈ કરતી હોવાનો આક્રોશ ભેર આક્ષેપ લગાવ્યો હતો. ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે પણ માનવ વેતનમાં વધારો કરવા જણાવ્યું છે ત્યારે સરકાર દ્વારા કોઈપણ જાતનો વેતન વૃદ્ધિ કરવામાં આવી નથી આ ઉપરાંત સરકાર દ્વારા આંગણવાડી ઉપરાંત વિવિધ પ્રકારની કામગીરી લેવામાં આવે છે અને ઓછા વેતનમાં વધારે કામ અને વધુ જવાબદારી નિભાવવી પડે છે.

આથી સરકાર સમક્ષ યોગ્ય વેતન મળી રહે તે પ્રકારની માગણી ઉચ્ચારી હતી અને સરકારની વિરુદ્ધમાં નારાબાજી પોકારી વિરોધ દર્શાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *