શાપરમાં પોલીસ સ્ટેશન પાસે અજાણ્યા ભૈયાએ દારૂ ઢીંચી મહિલાને ઢીકાપાટુનો મારમાર્યો

રાજકોટ શહેરના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન નજીક મહિલાને અજાણ્યા ભૈયાએ બસસ્ટેશનમાં સુઈ જા એમ કહ્યું ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવા…

રાજકોટ શહેરના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન નજીક મહિલાને અજાણ્યા ભૈયાએ બસસ્ટેશનમાં સુઈ જા એમ કહ્યું ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવા આવ્યો હતો.આ ઘટનામાં શાપર વેરાવળ પોલીસે મહિલાનું નિવેદન નોંધવા તજવીજ શરૂૂ કરી છે. શાપર વેરાવળમાં પોલીસ સ્ટેશન પાસે રહેતા કાજલબેન જગદીશભાઈ કુદેજા નામના 40 વર્ષના મહિલાને અજાણ્યા માણસે ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી લોહીલુહાણ કરી હતી તેમને આંખના ભાગે ઇજા થઇ હતી.મહિલાને સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી.

મહિલાએ જણાવ્યું હતું કે,અજાણ્યા ભૈયા જેવા દેખાતા શખ્સે તું બસસ્ટેશનમાં સુઈ જજે તેમ કહી હુમલો કર્યો હતો.હાલ સાપર વેરાવળ પોલિસે કાર્યવાહી શરૂૂ કરી છે. જ્યારે અન્ય બનાવમાં ગોંડલના ઉમવાળા રોડ પર રહેતા મુકેશભાઈ વસંતભાઈ (ઉ.40)ગઈકાલે ગોંડલ રેલવે સ્ટેશને હતો ત્યારે તે અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.તેમને સંતાનમાં બે દીકરી છે પોતે એકનો એક અને દારૂૂ પીવાની ટેવને કારણે બેભાન થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

મોરબીમાં મશીનની બ્લેડ લાગતા પ્રૌઢનું મોત

મોરબીમાં પટેલ કોલોની પી.જી. કોલોની પાછળ રહેતા અને વેપાર કરતા વિજયભાઈ ભાનુશંકર શીલુ (ઉ.વ.51) નામના પ્રૌઢનું ભાગીદારમા મોરબીના શનાળા રાજકોટ રોડ પર શ્રીજી એસ્ટેટ નેક્ષા સર્વીસ સ્ટેશનની પાછળ આવેલ શીવશંકર પેકેજીંગ નામના કારખાનું આવેલું હોય જેમાં એકલા કારખાનામાં પુઠા કાપવાનું મશીન રીપેર કરતા હોય અથવા તો સાફ સફાઇ કરતા હોય દરમ્યાન દોરડાથી મશીન ઉચુ કરવા જતા કોઇપણ કારણોસર મશીનની અંદર આવી જતા મશીનની બ્લેડ ગળાના ભાગે વાગતા માથામા ગંભીર ઇજાઓ થતાં વિજયભાઈ નામના પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સિટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *