મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા 70 વર્ષના વૃદ્ધાને રખડતા ઢોરે ઢીક મારતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ વિગતો મુજબ,માળીયા મીયાણાના વવાણીયા ગામે રહેતા ગંગાબેન શંકરભાઈ પારઘી(ઉ.70)પોતાના ઘર પાસે હતા ત્યારે ખુટિયાએ ઢીક મારતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે અને તેઓ દૂધ લેવા જતા હતા ત્યારે તેમને ખુટિયાએ ઢીકે ચડાવ્યા હતા.તેમના પતિ નિવૃત છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,ગ્રામજનોએ અગાઉ અનેક વાર તંત્રને રખડતા ઢોરને લઈ રજુઆત કરી હતી.
