વડિયામાં ચોખા અને ઘઉંનો બિનઅધિકૃત 361.25 કિલો અનાજનો જથ્થો ઝડપાયો

વડિયાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા વડિયાના ખાખરીયા ફાટક પાસેથી સકડો રિક્ષામાં વહન થતો બિનઅધિકૃત અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રવિવારના રજાના દિવસે વડિયાના ઇન્ચાર્જ મામલતદાર…

વડિયાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા વડિયાના ખાખરીયા ફાટક પાસેથી સકડો રિક્ષામાં વહન થતો બિનઅધિકૃત અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રવિવારના રજાના દિવસે વડિયાના ઇન્ચાર્જ મામલતદાર કે. જી. ચુડાસમા અને તેમની ટીમે હાથ ધરેલી આ કાર્યવાહીને પગલે અનાજના ગેરકાયદેસર ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડિયાના ખાખરીયા ફાટક પાસેથી સકડો રિક્ષામાં 141.40 કિલો ચોખા અને 219.85 કિલો ઘઉં, મળી કુલ 361.25 કિલો અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અનાજના જથ્થા ઉપરાંત વજનકાંટો અને માલવહક રિક્ષા સહિત કુલ ₹58,404નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઝડપાયેલા અનાજના જથ્થાને વડિયા નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો છે. જ્યારે અનાજની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી માલવહક રિક્ષાને વડિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી હતી.
આ કાર્યવાહી ઇન્ચાર્જ મામલતદાર કે. જી. ચુડાસમા, કુલદીપસિંહ સિંધવ તથા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડિયાના ગ્રામીણ વિસ્તાર માં બની બેઘેલા ગરીબો સસ્તા અનાજની દુકાનો માંથી તેમને મળવા પાત્ર મફતમાં અનાજનો જથ્થો ખરીદ કરી ને અનાજ માફિયાઓ ને વેચે છે.

ત્યારે આ જે અનાજ ખરીદનાર ગામડાઓમાં ફેરીઓ કરી ને આ સસ્તા અનાજ નો જથ્થો લોકો પાસેથી ખરીદે છે અને અંતે તો સરકાર ના ગરીબી પાછળ અનાજ રૂૂપી નાણાં નો જે ખર્ચ થાય તે તેમના લોકો અનાજ ખોરાક ના ઉપયોગમાં લેવાના બદલે વેચી રહ્યા છે જો આ માહિતીની તટસ્થ તપાસ કરી જો સત્ય હોય તો આવા બની બેઠેલા ગરીબો ની તપાસ કરી તેમની સામે પણ કાર્યવાહી કરવી જરૂૂરી બને છે.ત્યારે અનાજ ક્યાંથી આવ્યુ ? કોને અનાજ વેચ્યું ? અનાજ ક્યા લઈ જવાય રહ્યું હતુ ? આ તમામ પ્રશ્રનો પર વહીવટી તંત્ર ઊંડાણ પૂર્વક તપાસ કરે તો અનેક બાબતો પરથી પડદાઓ ઉઠી શકે તેમ છે ત્યારે આ બાબતે તપાસ કરવી ખુબ જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *