ગંજીવાડામાં મંદિર પાસે બેઠેલા વૃદ્ધને ગાયે ઢીંક મારતા ઈજા

કલેક્ટર કચેરી પાસે પત્ની સાથે પાણી પુરી ખાવા આવેલા આધેડને બાઈક ચાલકે ઉડાળ્યા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ અનેકવાર રખડતા…

કલેક્ટર કચેરી પાસે પત્ની સાથે પાણી પુરી ખાવા આવેલા આધેડને બાઈક ચાલકે ઉડાળ્યા

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ અનેકવાર રખડતા ઢોરના કારણે અઘટિત ઘટનાઓ ઘટી હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં ગંજીવાડામાં મંદિર પાસે બેઠેલાવૃદ્ધને ગાયે ઢીક મારતા વૃદ્ધ ઢળી પડ્યા હતાં. વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ ગંજીવાડામાં રહેતા ખીમજીભાઈ ટપુભાઈ ચાવડા નામના 79 વર્ષના વૃદ્ધ સાંજના સમયે હનુમાનજીના મંદિર પાસે બેઠા હતા ત્યારે ગાયે ઢીક મારતા વૃદ્ધને ઈજા પહોંચી હતી. વૃદ્ધને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

બીજા બનાવમાં રેલનગરમાં રહેતા જીગ્નેશભાઈ જીવરાજભાઈ સીતાપરા ઉ.વ.50 રાત્રીના 8 વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરી નજીક પત્ની સાથે પાણીપુરી ખાવા આવ્યા હતાં.

ત્યારે બાઈક ચાલકે જીગ્નેશભાઈ સીતાપરાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં જીગ્નેસભાઈ સીતાપરાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *