ઉપલેટા એસ.ટી. તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી

ઉપલેટા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે ’સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ…

ઉપલેટા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે ’સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં જૂનાગઢ વિભાગ હેઠળના એસ.ટી. ડેપો દ્વારા જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવેથી ઉપલેટા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. ગંદકી કરશો તો ખિસ્સું હળવું થશે એસ.ટી. પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે મુલાકાતી ઉપલેટા બસ સ્ટેશનના પ્લેટફોર્મ, પરિસર કે બસની અંદર કચરો ફેંકતા, પાન-મસાલાની પિચકારી મારી ગંદકી કરતા કે જાહેર શૌચાલય સિવાયની જગ્યાએ ગંદકી કરતા ઝડપાશે, તો તેમની સામે સ્થળ પર જ રોકડ દંડ ફટકારવામાં આવશે.

આ માટે સ્પેશિયલ ચેકિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.મુખ્ય સૂચનાઓ અમલીકરણ. દરેક મુસાફરે કચરો ફેંકવા માટે માત્ર નિયત કરેલા ડસ્ટબિન (કચરાપેટી) નો જ ઉપયોગ કરવાનો રહેશે.બસની બારીમાંથી કે સીટની નીચે કચરો નાખવો એ ગુનો ગણાશે બસ સ્ટેશન પરિસર ની દીવાલો બગાડનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા ડેપો મેનેજર એસ.કે.મોરી એ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ મુસાફરોની સેવામાં સદાય કાર્યરત છે, પરંતુ સ્વચ્છતા જાળવવી એ આપણી સામુદાયિક જવાબદારી છે. બસ સ્ટેશનને આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે અમે દંડનાત્મક જોગવાઈ અમલી બનાવી છે. અમારો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

એસ.ટી. પ્રશાસન અને ઉપલેટા ડેપો દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નિગમને સહકાર આપે. ગંદકી મુક્ત વાતાવરણથી જ આરોગ્યપ્રદ અને સુખદ મુસાફરી શક્ય બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *