જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામા આવેલા રોડમા ભ્રષ્ટાચારનું આંધળું ચિત્ર સામે આવ્યું છે. માત્ર પાંચ મહિનામાં જ રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે. એન્જિનિયરિંગની કરામતના પાપે કરવામાં આવેલા કામની ક્વોલિટી એટલી નબળી છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકમુખે ચર્ચા છે કે, કોન્ટ્રાક્ટરો ફક્ત અધિકારીઓ અને નેતાઓના ખિસ્સા ભરવામાં જ રસ ધરાવે છે. ગુણવત્તાયુક્ત કામ કરવાને બદલે તેઓ લાંચ લઈને કામ ચલાવી દે છે. આવી પરિસ્થિતિમાં શહેરના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોડના ખાડાઓના કારણે વાહનચાલકોને અકસ્માતની ભીતિ સતત સતાવે છે. આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.જામનગર શહેરના નૂરી પાર્ક મુખ્ય માર્ગથી લાલવાડી વિસ્તારને જોડતો રોડ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત જૂલાઈ માસમાં જ પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ માર્ગ માત્ર પાંચ જ મહિનાના ટુંકા ગાળામાં જર્જરિત થઈ ગયો છે. જેથી આવા કામોમાં વ્યાપક ભ્રષ્ટાર થતો હોવાની ફરિયાદો મળી રહેછે.
તાજેતરમાં મોરકંડા માર્ગ પર ગાબડા પડ્યા બાદ વ્હોરના હજીરા પાસે બનાવવામાં આવેલ નવ નિર્મિત બ્રિજ પરથી ડામર ધોવાઈ જવું આ ઉપરાંત નાગનાથ ગેઈટથી સાત રસ્તા સુધી નિર્માણાધીન ઓવરબ્રીજના સર્વિસ રોડ ઉપર પણ ગાબડાઓ પડયા હતાં. ત્યારે શહેરનો એક માર્ગ જર્જરીત થઈ ગયો છે.જામનગર શહેરની નવી ઈન્કમટેકસ ઓફિસ પાછળનો માર્ગ પાંચ મહિના અગાઉ જ પાંચ લાખના ખર્ચે ડામર પાથરવામાં આવ્યો હતો. પરંતુ આ માર્ગ પર હલકી ગુણવત્તાનો ડામર વાપરવામાં આવતા આ નવ નિર્મિત રોડ પાંચ જ મહિનામાં ઠેક-ટેકાણેથી તૂટી ગયો છે. જેથી આ હલકી ગુણવત્તાવાળા કામના સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશ્ર્નર અંગત રસ દાખવી કોન્ટ્રાકટરો સહિત જવાબદારો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
