શહેરમાં જુના માર્કેટ યાર્ડથી આજી ડેમ તરફ જતાં સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રક નીચે અજાણ્યા પ્રૌઢ સુઈ ગયા હતાં. ટ્રક ડ્રાઈવરે ટ્રક ચાલુ કરતાની સાથે જ નિંદ્રાધીન પ્રૌઢ પર ટ્રકના ટાયર ફરી વળતા મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક અજાણ્યા પ્રૌઢનાં વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં જુના માર્કેટ યાર્ડથી આજી ડેમ તરફ જતાં સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રક નીચે અજાણ્યા પ્રૌઢ સુઈ ગયા હતાં. ટ્રક ડ્રાઈવરે ટ્રક ચાલુ કરતાની સાથે જ નિંદ્રાધીન પ્રૌઢ પર ટ્રકના ટાયર ફરી વળતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પોલીસે મૃતક અજાણ્યા પ્રૌઢનાં વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
