પાટડીમાં બાઇક રીપેર કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો, યુવાનનું મોત

પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક ટ્રેલરની અડફેટે એક યુવકનું મોત થયું છે. આ ઘટના મિત્રની નજર સામે બની હતી. યુવક પોતાના મિત્રનું બાઈક…

પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક ટ્રેલરની અડફેટે એક યુવકનું મોત થયું છે. આ ઘટના મિત્રની નજર સામે બની હતી. યુવક પોતાના મિત્રનું બાઈક રિપેર કરાવીને પરત ફરી રહ્યો હતો. ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામના રહેવાસી રવિ નરસી બાવરવા ગાંધીનગરથી મોટરસાયકલ પર ઘરે આવી રહ્યા હતા. માલવણ ટોલનાકા પાસે તેમનું બાઈક બંધ પડી ગયું હતું. તેમણે પોતાના મિત્ર શનીકુમાર મહાદેવ માકાસણાને ફોન કરીને મદદ માટે બોલાવ્યા હતા.

શનીકુમાર પોતાનું પલ્સર બાઈક લઈને રવિને લેવા મોટી માલવણથી માલવણ ટોલનાકા પહોંચ્યા હતા. ત્યાં એક ગેરેજમાં રવિનું બાઈક રિપેર કરાવવામાં આવ્યું. બંને મિત્રો પોતપોતાના બાઈક પર મોટી માલવણ ગામ તરફ પરત ફરી રહ્યા હતા. અખિયાણા ગામથી ધ્રાંગધ્રા તરફ જતા રોડ પર, અખિયાણા ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર ઓવરબ્રિજ પાસે, એક ટ્રક ટ્રેલર ચાલકે પાછળથી રવિના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે રવિ નીચે પટકાયા અને તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ.

ગંભીર હાલતમાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. અજાણ્યો ટ્રેલર ચાલક અકસ્માત કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે મૃતકના મિત્ર શનીકુમાર મહાદેવભાઈ માકાસણાએ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બજાણા પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ જે.એમ.વઢેર ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *