વોર્ડ નં.14માં રૂા.17.20 કરોડના ખર્ચે બનશે એ.સી.કોમ્યુનિટી હોલ

80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલની બાજુમાં અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરાશે, ટેન્ડર પ્રસિધ્ધ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે લગભગ તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવ્યા છે.…

80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલની બાજુમાં અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરાશે, ટેન્ડર પ્રસિધ્ધ

મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે લગભગ તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવ્યા છે. છતાં પ્રસંગોપ્રાત જરૂરિયાતો વધતા મનપાએ વોર્ડ નં.14માં શેઠ હાઇસ્કૂલની બાજુમાં નવા અદ્યતન એસી કોમ્યુનિટી હોલ બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. રૂા.17.20 કરોડના ખર્ચે પાર્કિંગ પ્લસ ચાર માળનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે.

મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વોર્ડ નં.14માં વસવાટ કરતા લોકોની પ્રસંગોની જરૂરિયાતો સામે હાલમાં ઉપસ્થિત લગ્નહોલ કાયમી હાઉસફૂલ રહેતા હોવાથી આ વિસ્તારમાં વધુ કોમ્યુનિટી હોલની માંગ ઉઠવા પામી છે. જેના લીધે હાલના શાસકોેએ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી લોકોની સુવિધાઓ પુરી કરવા માટે કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય લીધો હતો. જેના માટે 80 ફૂટ રોડ ઉપર આવેલ શેઠ હાઇસ્કૂલની બાજુમાં કોમ્યુનિટી હોલ બનાવા માટે ડિઝાઇન સહિતની કામગીરી પૂર્ણ કરી રૂા.17.20 કરોડનુ એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યુ છે અને આજરોજ ટેન્ડર પ્રસિધ્ધ કરાયુ છે.

વોર્ડ નં.14માં 80 ફૂટ રોડ પર રૂા.17.20 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાનુ ટેન્ડર પ્રસિધ્ધ થયુ છે. ત્યારે બીડ કમ્પલીટ થયા બાદ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જેને મંજૂરી મળ્યે વર્ક ઓર્ડર આપી વોર્ડ નં.14ના નવા કોમ્યુનિટી હોલનું કામ શરૂ કરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *