એરપોર્ટ પાસે અમૂલ ડેરીનું વાહન પલટી મારી જતા રસ્તામાં દૂધની રેલમછેલ: વાહન ચાલકોને હાલાકી

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર એરપોર્ટ નજીક ગઈ કાલે મોડી રાત્રે અમુલ ડેરી પ્રોડક્ટ નું દૂધ-દહીં-છાશ વગેરે સામગ્રી ભરેલું એક વાહન અકસ્માતે પલટી મારી ગયું…

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર એરપોર્ટ નજીક ગઈ કાલે મોડી રાત્રે અમુલ ડેરી પ્રોડક્ટ નું દૂધ-દહીં-છાશ વગેરે સામગ્રી ભરેલું એક વાહન અકસ્માતે પલટી મારી ગયું હતું. તેના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને વાહન આડે પડખે થઈ ને માર્ગ પર ઢસડાયું હતું.

જેના કારણે વાહનમાં રહેલું દૂધ- -દહીં -છાશ સહિતની દૂધ ઉત્પાદનની વસ્તુઓ માર્ગ પર ઢોળાઈ હતી, અને સમગ્ર રોડ પર ફેલાઈ હતી. જેના કારણે ત્યાંથી નીકળનારા અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.આ ઉપરાંત દૂધ ભરેલા વાહનમાં તેનો ચાલક સહિત બે વ્યક્તિઓ બેઠેલા હતા, પરંતુ તેઓને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી, અને બંનેનો બચાવ થયો હતો. જેથી તેઓએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *