કાલાવડ રોડ પરની ઘટના : વકીલને રોકી છરી બતાવી, બાઇકનો મોરો તોડી નાખ્યો
કાલાવડ રોડ પર શ્રીજી હોટેલ નજીક ટ્રાફિકને અડચણ રૂૂપ થતા વાહનોને હટાવવા એક વકીલે 100 નંબરમાં કોલ કરતા પોલીસે આવી વાહન હટાવ્યા હતા અને આ સમયે વાહન હટાવવા પોલીસમાં કોલ કર્યાનો ખાર રાખી એક કાર અને બે બાઈકમાં આવેલા કુલ સાતેક શખ્સોએ વકીલને ધમકી આપી બાઈકનો મોરો તોડી નુકશાની કરી હતી.
વધુ વિગતો મુજબ,જગન્નાથ પ્લોટ શેરી નં.2/4 ના ખુણે રહેતા ધર્મેશભાઈ યશવંતભાઇ ચોકસી(ઉ.વ.47)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રાજકોટ કોર્ટમા વકીલાતની પ્રેકટીસ કરૂૂ છું.રાત્રિના 00/30 વાગ્યા મારા બાઈકમા કાલાવડ રોડથી મારા ઘર તરફ વળવા જતા ત્યા શ્રીજી હોટલ પાસે આવેલ ચોકમા આઠ થી દસ ગાડીઓ રોડ ઉપર ટ્રાફીકને અવર જવર કરવામા અડચણરૂૂપ થાય તેમ રસ્તા વચ્ચે પડેલ હોય જેમા અમુક કાર નંબર વાળી તથા અમુક કાર નંબર પ્લેટ વગરની હતી જેથી મે 100 નંબર ઉપર ફોન કરી આ વાહનોને હટાવવા માટે કોલ કરી પોલીસ ગાડી બોલાવતા પોલીસ આવેલ અને તેઓએ આ અડચણ રૂૂપ વાહનોને દુર કરાવેલ હતા અને પોલીસ નીકળી ગયા બાદ આ વાહનો જેમા એક માણસનુ નામ હાર્દિક દીલીપ રાઠોડ તથા એક એકટીવા ફેન્સી નંબર-999 નો ચાલક તેઓ મારી સાથે ઝઘડો કરી તે પોલીસને કેમ બોલાવેલ હતા..? આમ કહી મને ગાળો દેવા લાગેલ અને મને કહેલ કે તારે જીવવુ છે ને.. આમ કહી મને મારી નાખવાની ધમકી આપેલ અને મે પોલીસ ને ફરીથી બોલાવવા કોલ કરતા આ બન્ને જતા રહ્યા હતા.
આમ હાર્દિક દિલીપ રાઠોડ તથા એકટીવા ફેન્સી નંબર-999 નો ચાલક તથા તેના બાઈકમા બેઠેલ બે શખ્સો તેમજ સફેદ કલરની કારમા આવેલ બે શખ્સ અને અન્ય એક શખ્સે મે ટ્રાફીક અડચણ રૂૂપ થતા વાહનો સાઇડ મા રખાવવા પોલીસમા ફોન કરતા તેઓએ આ વાતનો ખાર રાખી મારી સાથે ઝઘડો કરી ગાળો આપી અને હુ નીકળી જતા મારી પાછળ પીછો કરી આવી અને મને રોકી છરી બતાવી એક થી વધુ વખત મારી નાખવાની ધમકી આપી અને જો પોલીસ ફરીયાદ કરીશ તો પણ મારી નાખવાની ધમકી આપી જતા જતા મારી બાઈકના પ્લાસ્ટિકના મોરા ઉપર ઢીકો મારી બાઈકનો મોરો તોડી નુકશાન કર્યું હતું.આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
