અમરેલી જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સંગઠનને મજબૂત કરવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી આ નિમણૂકોની અપેક્ષા હતી, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અતુલ કાનાણીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ વિવિધ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને આ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ધોરાજીયા, મનોજભાઈ મહીડા, શરદભાઈ પંડ્યા, દીપકભાઈ વઘાસિયા, ગીતાબેન કારીયા, રમાબેન હિરપરા, દિલીપભાઈ જોષી અને ધર્મેન્દ્રગીરી ગૌસ્વામીની વરણી કરવામાં આવી છે. મહામંત્રી તરીકે મયુરભાઈ માંજરીયા, ચેતનભાઈ શિયાળ અને રાજુભાઇ ભૂતેયાની નિમણૂક થઈ છે. મંત્રીઓમાં પ્રવીણભાઈ સાવજ, પ્રાગજીભાઈ વસાણી, રંજનબેન ડાભી, કોમલબેન બારૈયા, લીલાબેન ભુવા, બ્રિજેશભાઈ કૃરંદલે, હીનાબેન નાઢા અને ક્રિષ્નાબેન મકવાણાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, મહેશભાઈ જાવીયાને કોષાધ્યક્ષ, મહેન્દ્રભાઈ ચાવડાને કાર્યાલય મંત્રી, દિવ્યેશભાઈ વેકરીયાને સોશ્યલ મીડિયા વિભાગ, રાકેશભાઈ નાકરાણીને આઇટી વિભાગ અને વિપુલભાઈ ભટ્ટીને મીડિયા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
મોરચાના હોદ્દેદારોમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે ચેતનભાઈ ધાનાણી અને મહામંત્રી તરીકે શિવાગભાઈ ત્રિવેદી તથા રોમિતભાઈ કોટડીયાની નિમણૂક થઈ છે. જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન ગોંડલીયા બન્યા છે, જ્યારે નયનાબેન કાપડિયા અને સરોજબેન દેવમુરારી મહામંત્રી તરીકે સેવા આપશે. જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરીયા અને મહામંત્રી હરસુરભાઈ લાખણોત્રા તથા રણજીતભાઈ વાળા છે.
બક્ષીપંચ મોરચા (ઘઇઈ)ના પ્રમુખ તરીકે સાગરભાઈ સરવૈયા અને મહામંત્રી તરીકે સંજયભાઈ લાખાણી તથા વનરાજભાઈ વાળાની વરણી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપભાઈ સોલંકી અને મહામંત્રી ભીખાભાઇ સરવૈયા તથા મુકેશ બગડા બન્યા છે. લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ કચરા અને મહામંત્રી સબીરભાઈ મલેક તથા સમીરભાઈ કનોજીયા સહિત અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે.
