ભારત-પાક. વિશે સ્પષ્ટતા નહીં: સરકારી લાભોના ફાયદાનું કૌભાંડ બહાર આવતાં તથા સુરક્ષાનું જોખમ ધ્યાને રાખી નિર્ણય: 21 જાન્યુ.થી અમલ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક મોટો અને કડક નિર્ણય લઈને વૈશ્વિક સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાના વિદેશ વિભાગે તાત્કાલિક અસરથી 75 જેટલા દેશોના નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલી યાદીમાં રશિયા અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, નાઈજીરિયા, બ્રાઝિલ, સોમાલિયા, ઈજિપ્ત, થાઈલેન્ડ અને યમન જેવા દેશોનો મુખ્યત્વે સમાવેશ થાય છે. સુધીના અહેવાલ મુજબ, આ યાદીમાં મુખ્યત્વે એવા દેશો છે જ્યાંથી આવતા લોકો અમેરિકન વેલફેર ફંડનો વધુ ઉપયોગ કરે છે અથવા સુરક્ષાનું જોખમ છે. ભારત અને પાકિસ્તાન અંગે હજુ સુધી કોઈ અલગથી સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ 75 દેશોની આ યાદીમાં જે દેશોના નાગરિકો અમેરિકન કરદાતાઓ પર બોજ બની શકે છે, તેમનો સમાવેશ કરાયો છે.
ટ્રમ્પ પ્રશાસનનો સ્પષ્ટ મત છે કે અમેરિકન કરદાતાઓના પૈસાનો દુરુપયોગ થવો જોઈએ નહીં. તાજેતરમાં મિનેસોટામાં એક મોટું ફ્રોડ સામે આવ્યું હતું, જેમાં સરકારી લાભોનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. જે લોકો અમેરિકામાં આવીને સરકારી સહાય પર નિર્ભર રહે છે અથવા ભવિષ્યમાં મેડિકલ સારવાર માટે બોજ બની શકે છે, તેમને રોકવા માટે આ પગલું લેવાયું છે. આ પ્રતિબંધો 21 અમલમાં આવશે અને જ્યાં સુધી નવી સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટના જણાવ્યા અનુસાર, હવે કોન્સ્યુલર ઓફિસરો વિઝા આપતી વખતે નીચેની બાબતોની કડક તપાસ કરશે:
અરજદારની ઉંમર અને સ્વાસ્થ્ય, અંગ્રેજી ભાષા પર પકડ, નાણાકીય સ્થિતિ તથા વધુ વજન અથવા ગંભીર બીમારી ધરાવતા લોકો જે લાંબા ગાળાની સારવાર માંગી શકે છે, તેમના વિઝા નકારવામાં આવી શકે છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમેરિકામાં પ્રવેશતા વિદેશી નાગરિકો દેશના સંસાધનો પર બોજ ન બને પરંતુ દેશના વિકાસમાં યોગદાન આપે.
પ્રતિનિધિ દેશોની યાદી
અફઘાનિસ્તાન, અલ્બેનિયા, અલ્જેરિયા, એન્ટિગુઆ અને બાર્બુડા, આર્મેનિયા, અઝરબૈજાન, બહામાસ, બાંગ્લાદેશ, બાર્બાડોસ, બેલારુસ, બેલીઝ, ભૂતાન, બોસ્નિયા, બ્રાઝિલ, બર્મા, કંબોડિયા, કેમરૂૂન, કેપ વર્ડે, કોલંબિયા, કોટ ડી’આઇવોર, ક્યુબા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ડોમિનિકા, ઇજિપ્ત, એરિટ્રિયા, ઇથોપિયા, ફીજી, ગામ્બિયા, જ્યોર્જિયા, ઘાના, ગ્રેનાડા, ગ્વાટેમાલા, ગિની, હૈતી, ઈરાન, ઇરાક, જમૈકા, જોર્ડન, કઝાકિસ્તાન, કોસોવો, કુવૈત, કિર્ગિસ્તાન, લાઓસ, લેબનોન, લાઇબેરિયા, લિબિયા, મેસેડોનિયા, મોલ્ડોવા, મોંગોલિયા, મોરોક્કો, નેપાળ, નિકારાગુઆ, નાઇજીરીયા, પાકિસ્તાન, રિપબ્લિક ઓફ કોંગો, રશિયા, રવાન્ડા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડાઇન્સ, સેનેગલ, સીએરા લિયોન, સોમાલિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા, તાંઝાનિયા, થાઇલેન્ડ, ટોગો, ટ્યુનિશિયા, યુગાન્ડા, ઉરુગ્વે, ઉઝબેકિસ્તાન અને યમનનો સમાવેશ થાય છે.
