મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન: EVMમાં ખામી તથા મતદાર યાદીમાંથી નામો ગુમ થયાની ફરિયાદો

  ભાગવતનો નોટાની જોગવાઈ સામે વિરોધ: કાલે મતગણતરી મહારાષ્ટ્રની મુંબઈ, નાસિક, પૂણે સહિતની 29 મહાપાલિકાઓની ચૂંટણીનું આજે મતાદન થયું હતું. ખાસ કરીને 40,000 કરોડ રૂપિયાનું…

 

ભાગવતનો નોટાની જોગવાઈ સામે વિરોધ: કાલે મતગણતરી

મહારાષ્ટ્રની મુંબઈ, નાસિક, પૂણે સહિતની 29 મહાપાલિકાઓની ચૂંટણીનું આજે મતાદન થયું હતું. ખાસ કરીને 40,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી મુંબઈ મહાપાલિકા પર કોણ કબજો જમાવે છે તેના પર સૌની નજર છે. ભાજપ નેતાઓના વિજયના દાવા વચ્ચે હાલમાં સત્તા ધરાવતી ઉધ્ધવ ઠાકરેની શિવસેના આ વખતે પણ રાજ ઠાકરેની મનસેના સહયોગીતાં શાસન જાળવી રાખવા આશાવાદી છે. આજે સવારે 7.30 થી શરૂ થયેલા મતદાનમાં વીવીઆઈપીઓ તેમજ ફિલ્મી અને ઉદ્યોગ જગતની હસ્તિઓ સહિત લોકો ઉમટી પડયા હતાં.
નાગપુરમાં આરએસએસના વડા મોહન ભાગવતે મત આપ્યા બાદ જણાવ્યું હતું કે, ‘નોટા’ના ઉપયોગ અનિશ્ર્ચિત ઉમેદવારોને પ્રોત્સાહન આપે છે.

મુંબઈમાં મુખ્યમંત્રી ફડણવીસ, વાણિજય મંત્રી પિયુષ ગોયેલ ઉપરાંત વિપક્ષી આગેવાનો ઉધ્ધવ ઠાકરે, રાજ ઠાકરે તથા એનસીપીના દિગ્ગજોએ મતદાન કર્યુ હતું. આ ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકરનો પરિવાર, ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર અને તેમના પત્ની ટ્વિંકલ ખન્ના પણ કતારમાં ઉભેવા જોવા મળાયા હતાં.

તેંડુલકરે ચૂંટણીને મહત્વની ગણાવી જણાવ્યું હતું કે આવો મત દ્વારા આપણે અભિપ્રાય દર્શાવી શકીએ છે. દરેકે બહાર આવીને પોતાનો મત આપવો જોઈએ. ટ્વિંકલ ખન્નાએ પોતાનો મત આપ્યા બાદ જણાવ્યું હતું કે, આદત અને આશા બન્નેમાંથી તે બહાર છે. મતદાનની શરૂઆતમાં જ ઈવીએમમાં ટેકનીકલ સમસ્યાઓ તથા વરલીમાં કેટલાક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગુમ થયાની ફરિયાદો આવી હતી. નોંધપાત્ર છે કે મતગણતરી આવતીકાલે જ હાથ ધરાશે : જો કે મતગણતરીની નવી પધ્ધતિથી પરિણામોમાં વિલંબ થવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *