આંબાલાલ માની ગયા: ખેડૂતોના હિતમાં હવામાન આગાહી ચાલુ રાખવાની જાહેરાત

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે હવે મોટો યુ-ટર્ન લીધો છે. મીડિાય સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલ…

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે હવે મોટો યુ-ટર્ન લીધો છે. મીડિાય સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ હવે તેઓ ફરીથી હવામાનની આગાહી કરશે. તેમણે જણાવ્યું કે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ અગાઉની જેમ જ આગાહી આપતા રહેશે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલના સમર્થનમાં ખુલ્લેઆમ નિવેદન આપતા દાવો કર્યો છે કે તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો.

અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે કાયદાકીય ગૂંચ દૂર થઈ ગઈ છે અને કાયદાના નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ફરીથી હવામાનની આગાહી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતો સહિત સમાજના હિત માટે વર્ષોથી આગાહી કરતા આવ્યા છે અને હવે પણ આ સેવા યથાવત રાખશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ કોઈ પાસેથી આગાહી બદલ કોઈપણ પ્રકારનો રૂૂપિયો કે ફી લેતા નથી. તેમણે કહ્યું કે આગાહી પર વિશ્વાસ કરવો કે નહીં તે સંપૂર્ણપણે લોકોનો વ્યક્તિગત નિર્ણય છે. પોતાનું કાર્ય માત્ર માહિતી આપવાનું હોવાનું તેમણે જણાવ્યું.

અંબાલાલ પટેલે જણાવ્યું કે તેમની આગાહી બંધ કરવાની જાહેરાત બાદ અનેક ખેડૂત સંગઠનો, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને શુભેચ્છકોએ તેમને ફરી આગાહી શરૂૂ કરવા વિનંતી કરી હતી. આ સમર્થન અને કાયદાકીય સલાહ બાદ તેમણે ફરીથી આગાહી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. અંબાલાલ પટેલે કહ્યું કે જયંત પંડ્યાએ કેમ આમ કર્યુ તેની મને ખબર નથી. જોકે તેમણે વધુ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનું ટાળ્યું અને કહ્યું કે તેમનું ધ્યાન માત્ર સમાજસેવા અને હવામાન અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવાનું છે.

બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપતાં કહ્યું કે અંબાલાલ પટેલ વર્ષોથી સમાજની સેવા કરી રહ્યા છે અને તેમના અનુભવનો લાભ સરકાર પણ વિવિધ પ્રસંગોએ લેતી રહી છે. તેમણે દાવો કર્યો કે અંબાલાલ પટેલ હવામાન અંગે સચોટતાની નજીક માહિતી આપતા રહ્યા છે. નીતિન પટેલે કોઈનું નામ લીધા વિના આરોપ લગાવ્યો કે એક વ્યક્તિ દ્વારા અંબાલાલ પટેલને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સમાજની સેવા કરનાર વ્યક્તિને આવી રીતે હેરાન કરવી યોગ્ય નથી.

નીતિન પટેલે જણાવ્યું કે અંબાલાલ પટેલ આગાહી બંધ કરશે તેવા સમાચાર મળતા જ તેમણે સાંજે અંબાલાલ પટેલને ફોન કર્યો હતો. આ દરમિયાન તેમણે અંબાલાલ પટેલને કોઈપણ પ્રકારના દબાણમાં ન આવવા અને જરૂૂર પડે તો કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવા કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે કોઈ એક વ્યક્તિના કહેવાથી સમાજસેવાનું કાર્ય બંધ ન કરવું જોઈએ. સમાજ અને ખેડૂતોના હિત માટે અંબાલાલ પટેલે પોતાની સેવા ચાલુ રાખવી જોઈએ, એવી પણ તેમણે અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *