ગુજરાત સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ પર પ્રતિબંધ કે કડક નિયંત્રણો મુકવાની તૈયારી કરી રહી છે. ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશો દ્વારા લેવાયેલા નિર્ણયો તેમજ ભારતના અન્ય રાજ્યો (જેમ કે કર્ણાટક) ના પગલાંથી પ્રેરિત થઈને ગુજરાત સરકારે આ દિશામાં સક્રિયપણે વિચારણા શરૂૂ કરી દીધી હોવાનુ જાણવા મળે છે.
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ઓસ્ટ્રેલિયાના નિર્ણયને વડા પ્રધાન મોદીએ તાજેતરના સમર્થન કરતા તેમાંથી જાહેર પ્રેરણા લઈને, ગુજરાત સરકારે રાજ્યના શાળાના વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે એક માળખું વિકસાવવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.
ઓસ્ટ્રેલિયાના નિર્ણયની વડા પ્રધાન દ્વારા પ્રશંસા બાદ રાજ્ય સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા અને AI ના ઉપયોગને કેવી રીતે પ્રતિબંધિત કરવો તે શોધવાનું શરૂૂ કર્યું છે, કારણ કે બાળકોના જ્ઞાનાત્મક વિકાસ પર વધુ પડતા સ્ક્રીન સમય અને AI પર નિર્ભરતાની અસર અંગે ચિતા છે, રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી.
ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા-ભારત નેતાઓની સમિટમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે માહિતી ટેકનોલોજી અને સોશિયલ મીડિયા સંબંધિત કાયદાઓમાં સુધારા કરવાના ઓસ્ટ્રેલિયાના પ્રયાસો વિશ્વ માટે અત્યંત પ્રેરણાદાયક છે અને ઉમેર્યું હતું કે ભારત તે પગલાંથી ઘણું શીખી રહ્યું છે. એક સૂત્રએ જણાવ્યું.
માર્ગદર્શિકા બનાવતી વખતે આ પાસાઓની પણ તપાસ કરવામાં આવશે, શિક્ષણ વિભાગ ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક ભાગોમાં અપનાવવામાં આવેલા નિયમનકારી પગલાં તેમજ આંધ્રપ્રદેશ અને ગોવા જેવા રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાંનો અભ્યાસ કરી રહ્યું છે, જેમણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સોશિયલ મીડિયાના ઉપયોગને નિરુત્સાહિત કરવા અથવા તેનું નિયમન કરવા માટે માર્ગદર્શિકા બનાવવાનું શરૂૂ કર્યું છે. અધિકારીઓએ સ્વીકાર્યું કે અમલીકરણ પડકારજનક હોઈ શકે છે. ઘણા પડકારો છે. બાળકો કે પુખ્ત વયના લોકો ઘરે કોઈ ચોક્કસ ઉપકરણ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તેનું નિરીક્ષણ કરવું મુશ્કેલ હોઈ શકે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ માટે પદ્ધતિઓ પર કાળજીપૂર્વક વિચારણા કરવાની જરૂૂર પડશે. કોઈપણ માળખાને અંતિમ સ્વરૂૂપ આપતા પહેલા સરકાર માતાપિતા, શિક્ષકો, બાળ મનોવૈજ્ઞાનિકો, ડિજિટલ સલામતી નિષ્ણાતો અને અન્ય હિસ્સેદારોની સલાહ લે તેવી અપેક્ષા છે.
સૂત્રોએ કહ્યું હતું કે દરખાસ્ત હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. માર્ગદર્શિકાનું અંતિમ સ્વરૂૂપ શું હશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર પણ આ બાબત પર વિચાર કરી રહી છે, અને અમે તેની સાથે સંપર્કમાં છીએ.
