અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે. લેટરકાંડનાં આરોપીઓને જેલ મુક્તિ મળી છે.
અમરેલી સબ જેલમાંથી બહાર આવીને નભારત માતાકી જય, નવંદે માતરમના નાદ લગાવ્યા. આ સાથે સત્ય મેવ જયતે કહીને લેટર કાંડનાં આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા હતા.
જેલની બહાર મોટી સંખ્યામાં લેટરકાંડનાં આરોપીઓનાં સમર્થકો ઉમટ્યા હતા.અમરેલીનાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટરકાંડ મામલે જેલમાં ધકેલાયેલ આરોપીઓને હવે મોટી રાહત મળી છે.
આરોપીઓ અમરેલીની સબ જેલમાંથી બહાર આવી ગયા છે. દરમિયાન, જેલની બહાર તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ભારત માતાકી જય, વંદે માતરમ અને સત્ય મેવ જયતેનાં નારા લગાવ્યા હતા.
જેલમાંથી બહાર આવી મનીષ વધાસીયાએ મીડિયાને જણાવ્યું કે, ભાજપનો કાર્યકર્તા અને પૂર્વ પ્રમુખ હોવાથી ષડયંત્રનો ભોગ બન્યો છું. મને કોઈ મોટું પદ ન મળે તે માટે મારી પાછળ ષડયંત્ર રચાયું હતું.
આ સાથે સહી અને લેટર અસલી હોવાનો તેમને દાવો કર્યો હતો.જ્યારે જેલમાંથી બહાર આવેલ અશોક માંગરોળિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા 1 મહિનાથી અમે જેલમાં કેદ હતા. પરિવાર સાથે મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીશું અને સમગ્ર લેટરકાંડ અંગે અને ષડતંત્ર અંગે જણાવીશું.
જણાવી દઈએ કે, આ પહેલા 23 મી જાન્યુઆરીનાં રોજ અમરેલી લેટરકાંડ મામલે હાઈકોર્ટે ત્રણેય આરોપીઓને જામીન આપ્યા હતા. મનિષ વઘાસિયા, જીતુ ખાત્રા, અશોક માંગરોળિયાને જામીન મળતા આજે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે.