રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારીપત્રકો માન્ય

વોર્ડ નં.2માં આપના ઉમેદવાર, વોર્ડ નં.15માં બસપા અને વોર્ડ નં.1,5,9માં અપક્ષોના ફોર્મ રદ રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 11મી એપ્રિલે પૂર્ણ થઈ છે.…

વોર્ડ નં.2માં આપના ઉમેદવાર, વોર્ડ નં.15માં બસપા અને વોર્ડ નં.1,5,9માં અપક્ષોના ફોર્મ રદ

રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 11મી એપ્રિલે પૂર્ણ થઈ છે. આ દરમિયાન 18 વોર્ડની બેઠકો માટે કુલ 554 નામાંકન ફોર્મ ભરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા સૌથી વધુ 243 ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી 144 ફોર્મ, આમ આદમી પાર્ટી દ્વારા 129 ફોર્મ, બહુજન સમાજ પાર્ટી તરફથી 10 અને અપક્ષ તથા અન્ય ઉમેદવારો દ્વારા 28 ફોર્મ ભરવામાં આવ્યા છે.

જેમાં હવે તમામ ડમીના ફોર્મ રદ થઈ જતા હવે ભાજપના 72 કોંગ્રેસ ના 72 અને આમદની પાર્ટીના 72, બહુજન પાર્ટી 10 અને અપક્ષના 25 જેટલા ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. બાકીના 304 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નં.2માં આપના ઉમેદવાર પ્રતાપ લોખિલનું ફોર્મ મેન્ડેટ ન હોવાથી રદ કરાયું છે. જ્યારે વોર્ડ નં.1,5 અને 9માં અપક્ષ ઉમેદવારોના ફોર્મ પણ ટેકનીકલ કારણોસર રદ કરાયા છે. વોર્ડ નં.15માં બસપાનું ફોર્મ પણ રદ થયું છે.

બપોરે 2:00 વાગ્યા સુધીમાં 1,2,3,4,5,6,7,8,9ની ફોર્મ ચકાસણીની કામગીરી પૂર્ણ કરવા આવી હતી. બાકીના વોર્ડની ફોર્મ ચકાસણીની કામગીરી મોડે સુધી ચાલી હતી. તેમજ વોર્ડ નંબર 11 અને 14માં ભાજપના ઉમેદવારના સોગંદના માં ભૂલ હોવાનો વાંધો પણ અન્ય પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આજે ફોર્મ ચકસણી દરમિયાન ઘણી કરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસની પાર્ટીને તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા.

જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમામ ફોર્મ માન્યા રાખવામાં આવ્યા છે. જ્યારે અપક્ષના ફોર્મ રદ કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર કોડ નંબર એક, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર નવ સહિતના વોર્ડની સ્થાપક તો ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 11 અને 14માં ભાજપના ઉમેદવારના વાંધા લેવામાં આવતા તેમાં ચકાસણીમાં મોડે સુધી ચાલી હતી. આજે ઉમેદવારીપત્રકોની ચકાસણી દરમિયાન આગેવાનો-ઉમેદવારો વચ્ચે ગરમા ગરમી થઈ હતી.

વોર્ડ નં.14માં કેતન પટેલનું ફોર્મ રદ કરવા કોંગ્રેસની માંગ
વોર્ડ નં.14ના ભાજપના ઉમેદવાર કેતન પટેલનું ફાર્મે રદ કરવા કોંગ્રેસનાં રાજુ ચાવડીયાએ ચૂંટણી અધિકારી સમક્ષ માંગણી કરી હતી. ચૂંટણી અધિકારી સમક્ષ માંગણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ઉમેદવારી ફોર્મ સાથે સોગંદનામું ખોટુ કર્યું છે. કેતન પટેલે મિલકતોનો ટેકસ નથી ભર્યો તેમજ અભ્યાસનું સર્ટીફીકેટ પણ જોડયું નથી. ડોકયુમેન્ટ પુરા નથી તેની ફોર્મ રદ કરવાનો નિયમ છે. જો કે, કેતન પટેલે કોંગ્રેસના વાંધાને માત્ર આક્ષેપ ગણાવી પાયા વિહોણો ગણાવ્યો હતો. આ મામલે ચૂંટણી અધિકારી સમક્ષ બન્ને પક્ષો દ્વારા ઉગ્ર રજૂઆતો થઈ હતી. જો કે, ચૂંટણી અધિકારીએ વાંધો સુચનો સાંભળ્યા બાદ ફોર્મ માન્ય રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *