આજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેત

આર્થિક કટોકટીમાં કમ સે કમ બે વર્ષ સુધી તો આ યોજનાનો વિચાર પણ કરી શકાય તેમ નથી : ભૂતકાળમાં થયેલા આડેધડ ખર્ચાઓની પાઘડીનો વળ હવે…

આર્થિક કટોકટીમાં કમ સે કમ બે વર્ષ સુધી તો આ યોજનાનો વિચાર પણ કરી શકાય તેમ નથી : ભૂતકાળમાં થયેલા આડેધડ ખર્ચાઓની પાઘડીનો વળ હવે છેડે આવ્યો!

રાજકોટની મધ્યેથી પસાર થતી આજી નદીને અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ જેવી બનાવવા માટે છેલ્લા એક દાયકાથી લોલીપોપ અપાયા બાદ અંતે મનપા તંત્ર આ યોજના સાકાર કરી શકાય તેવી હાલ કોઇ સ્થિતિ નથી તેવા સંકેત આપીને નાદારી નોંધાવી દીધી છે. થોડા દિવસ પહેલા જ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ પણ એવો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે હાલ તો આજી રિવર ફ્રન્ટ યોજના અભેરાઇએ જ મુકી દેવી પડે તેવી હાલત છે. અને એ પછી હવે આજે સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ પણ એક ઔપચારિક ચર્ચા દરમિયાન કહ્યુ હતુ કે, આજી રિવર ફ્રન્ટ યોજના પડતી મુકવી પડશે.

રાજકોટની મધ્યેથી નીકળતી આજી નદીને અમદાવાદની સાબરમતી રિવર ફ્રન્ટ જેવા જ રંગરૂૂપ આપવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મનપાએ બનાવ્યો છે. એ પુર્વે નદીના શુધ્ધિકરણનું કામ હાથ પર લેવુ જરૂૂરી છે. કારણ કે, હાલ પશ્ચિમ રાજકોટના છેક છેવાડાથી માંડીને આજી નદી સુધી 30થી વધુ નાના-મોટા વોંકળાનું ગંદુ પાણી નીકળે આજી નદીમાં ઠલવાય છે. વોંકળાના આ આઉટ લેટ(મોઢા) નદીમાં ન નીકળે એ માટે નદીની બન્ને બાજુ અલગથી પાઇપલાઇન નાંખવાની યોજના તો મનપાએ બનાવી છે પણ માત્ર આટલા કામ પછી આગળ કોઇ કામ થયુ નથી. નદીની બન્ને બાજુ વોંકળાની ગંદકીની આઉટલેટ પાઇપલાઇનનું કામ પણ 100 ટકા તો થયુ જ નથી.

છેલ્લા એક દાયકાથી મનપાના શાસકો આજી રિવર ફ્રન્ટના નામે મતનું રાજકારણ રમતા આવ્યા છે. દર વર્ષે આ યોજનાનુ ગાજર દેખાડીને મત ગજવે કરે છે. આમ તો હવે જનતા પણ જાણી ગઇ છે કે, આજી રિવર ફ્રન્ટના નામે માત્ર લોલીપોપ જ આપવામા આવી રહી છે. દરમિયાન ખાડી યુધ્ધના કારણે છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક આર્થિક મંદીનો ભરડો આવ્યો છે. આવી સ્થિતિમાં કરકસરના નામે કરોડો રૂૂપિયાના વિકાસ કામને બ્રેક મારી દેવામા આવી છે. અમુક યોજના તો લાંબા સમય સુધી અભેરાઇએ જ ચડાવી દેવામા આવી છે. એ પૈકી એક યોજના આજી રિવર ફ્રન્ટની પણ છે.

જંગલેશ્વર ડિમોલિશ બાદ થોડા દિવસો પહેલા જ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ એવો સંકેત આપ્યો હતો કે, આજી રિવર ફ્રન્ટનું કામ ચાલુ કરી શકાય તેવી કોઇ સ્થિતિ નથી. એ પછી હવે શાસકોએ પણ આ યોજના પડતી મુકી દેવામા આવી હોવાની વાતને સમર્થન આપતો સંકેત આપ્યો છે. એક વિકાસલક્ષી કામની એક ઐપચારિક ચર્ચા દરમિયન ખુદ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાએ કહ્યુ હતુ કે, આજી રિવર ફ્રન્ટનું કામ ચાલુ કરી શકાય તેવી હાલ સ્થિતિ નથી.

સરકારે 1181 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી દીધી તેનુ શું ?
આજી રિવર ફ્રન્ટ યોજના એન્વાયરમેન્ટ ક્લીયરન્સના વાંકે બે વર્ષ સુધી આગળ વધી શકી ન હતી. ક્લીયરન્સ આવી ગયા પછી રિ-સર્વે, નવી ડિઝાઇન સહિતની કવાયત કરવામા આવી હતી. એ દરમિયાન સરકારે રૂૂ.1181 કરોડની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી પડી છે. યોજના માટે 15 ટકા ક્ધટીજન્સી ખર્ચ રૂૂ.480 કરોડ તેમજ માળખાકીય બાંધકામ માટે રૂૂ.701 કરોડનો ખર્ચ થશે. જેમા આજી નદીની બન્ને બાજુ આર.સી.સી. રિટેઇનીંગ વોલ, ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવરનું કામ અને આનુસંગિક જરૂૂરી રોડ નેટવર્કનું કામ કરવામા આવશે. યોજના હેઠળ જ ચુનારાવાડ અને દૂધસાગર રોડ પરના હયાત બ્રિજની બાજુમાં હાઇ-લેવલ બ્રિજનું આયોજન કરવામા આવ્યું છે.

કરકસર તો હવે શરૂ થઇ, 10 વર્ષથી માત્ર બણગાં ફૂંકાતા હતા તેનું શું?
આજી રિવર ફ્રન્ટ યોજના હાલ પડતી મુકવા પાછળ એવુ કારણ આપવામા આવી રહ્યુ છે કે, હાલ વૈશ્વિક આર્થિક મંદીની હાલતમાં હજુ પણ સંભવત લાંબા સમય સુધી તેની અસર રહેશે. જેના લીધે કરકસર કરવી જરૂૂરી છે. કરકસર કરવામા આવે એ વાત બેશક આવકારદાયક છે. પણ સવાલ એ છે કે, કરકસર તો હવે શરૂૂ થઇ છે, આજી રિવર ફ્રન્ટના બમણા તો છેલ્લ એક દસકાથી ફૂંકવામા આવી રહ્યા છે.

રામનાથ મંદિર અને આસપાસ ડેવલપમેન્ટનું કામ જરૂર થશે
11 કી.મી.ના આજી રિવર ફ્રન્ટનું કામ પડતુ મુકવામા આવ્યુ છે પરંતુ નદીમાં આવતા પુરથી રામનાથ મંદિર અને તેના પરિસરને સુરક્ષિત કરવા માટેના ડેવલપમેન્ટનું કામ જરૂૂર કરવામા આવશે તેવો એક મત સાધવામા આવ્યો છે. રામનાથ મંદિર માટેનું ફંડ અલગ રાખવામા આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *