LPG વિતરકો દ્વારા કમિશન વધારા અને E-KYCના વળતર માટે આંદોલન

એલપીજી વિતરકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને આજે રાજકોટની ઠાકર હોટલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની મહત્વની બેઠક મળી. બેઠકમાં આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલના રાષ્ટ્રીય એસોસિએશનના હોદ્દેદારો,…

એલપીજી વિતરકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને આજે રાજકોટની ઠાકર હોટલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની મહત્વની બેઠક મળી. બેઠકમાં આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલના રાષ્ટ્રીય એસોસિએશનના હોદ્દેદારો, ગુજરાત એસોસિએશનના કારોબારી સભ્યો તથા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આશરે 200 જેટલા વિતરકો હાજર રહ્યા. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરની ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા.

બેઠકમાં એલપીજી ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. એસ. શર્મા, નાયબ અધ્યક્ષ કે. કે. ધનોત્રયા, ગુજરાતના પ્રમુખ રાજેન્દ્રકુમાર રાઠોડ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય સુરેશભાઈ પરમાર અને ઝોનલ અધ્યક્ષ કમલસિંહ તોમર સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિતરકોએ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી કમિશનમાં વધારો થયો નથી, જ્યારે વિતરણ ખર્ચ અને ઓપરેશનલ ખર્ચ સતત વધ્યો છે. અમુક વિતરકો માટે આ વ્યવસાયથી ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તેમણે વહીવટી ચાર્જ અને હોમ ડિલિવરી ચાર્જમાં તાત્કાલિક રૂૂ. 75નો વધારો તથા ડી નોવો સ્ટડીની ભલામણો મુજબ યોગ્ય સુધારાની માંગ કરી.

બેઠકમાં ચાર મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી. પહેલી, કમિશનમાં તાત્કાલિક વધારો. બીજી, ઓએમસી દ્વારા વિતરકો મારફતે થતા દરેક ઈ-કેવાયસી માટે રૂૂ. 236નું વળતર, કારણ કે ગ્રાહકોના ઈ-કેવાયસીમાં વહીવટી ખર્ચ અને મહેનત વિતરકોના ભાગે આવે છે.

ત્રીજી, પીએનજી અંગે યોગ્ય નીતિ, જેમાં ગ્રાહકો પર એક જ વિકલ્પ લાદવામાં ન આવે અને જરૂૂરિયાત તથા પસંદગી મુજબ એલપીજીનો વિકલ્પ ખુલ્લો રહે. ચોથી, નવા ઘરગથ્થુ એલપીજી કનેક્શન અંગેની અનિશ્ચિતતા દૂર કરી, જ્યાં જરૂૂરી હોય ત્યાં નવી કનેક્શન પ્રક્રિયા ફરી શરૂૂ કરવી.

26 ઓક્ટોબરે જંતર-મંતરે શાંતિપૂર્ણ ધરણા
પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા તા. 26 ઓક્ટોબર 2026ના રોજ નવી દિલ્હીના જંતર-મંતર પર વિશાળ શાંતિપૂર્ણ ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી 7,500 જેટલી નોંધણી થઈ ચૂકી છે. ગુજરાતમાંથી કારોબારી સભ્યો સહિત આશરે 200 વિતરકો જોડાશે. આગામી રણનીતિમાં રાષ્ટ્રીય પ્રેસ કોન્ફરન્સ, ‘નો મની, નો ઈન્ડેન્ટ’ કાર્યક્રમ અને જંતર-મંતર ધરણાનો સમાવેશ છે. ધરણા બાદ સરકાર અને તેલ કંપનીઓના પ્રતિસાદના આધારે આગળની સામૂહિક રણનીતિ નક્કી થશે. ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે, એવું સંગઠને સ્પષ્ટ કર્યું. સંગઠને જણાવ્યું કે આ પ્રયાસ કોઈ વ્યક્તિ કે કંપની વિરુદ્ધ નથી. હેતુ વ્યવસાયની ટકાઉપણું, યોગ્ય વળતર, ગ્રાહકોને સતત સેવા અને વ્યવહારુ નીતિ માટે શાંતિપૂર્ણ રજૂઆત કરવાનો છે. ગુજરાતના વિતરકો એકતા સાથે રાષ્ટ્રીય કાર્યક્રમમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *