ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી 152 દસ્તાવેજો મળ્યા

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી) તથા ગેરકાયદેસર કોલ સેન્ટરોના ઓઠા હેઠળ ખેડૂતોને લોભામણી જાહેરાતો આપી ઓછાં વ્યાજે પૈસા આપવાના નામે જમીનના દસ્તાવેજો કરાવી ઠગાઈ…

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી) તથા ગેરકાયદેસર કોલ સેન્ટરોના ઓઠા હેઠળ ખેડૂતોને લોભામણી જાહેરાતો આપી ઓછાં વ્યાજે પૈસા આપવાના નામે જમીનના દસ્તાવેજો કરાવી ઠગાઈ કરતી કૌભાંડી અલ્પેશ આણી ટોળકી સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ માટે નીમાયેલી SITદ્વારા આરોપી અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરીની મંડળી વિરૂૂદ્ધ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

અગાઉ આ આરોપીઓ સામે કુલ 12 ગુન્હાઓ દાખલ થયેલ હતા, જ્યારે તાજેતરમાં પડધરીમાં 1, ગોંડલ તાલુકામાં 1 અને જામનગર જિલ્લાના કાલાવડ ખાતે 2 ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય, જઈંઝ સમક્ષ અત્યાર સુધીમાં 7 જેટલા અરજદારોએ સંપર્ક કરી અરજીઓ આપી છે જેની તપાસ હાલ પ્રગતિ પર છે. આ કામગીરી દરમિયાન આરોપી અક્ષિત અકબરીની અટકાયત કરવામાં આવી છે અને આરોપી અલ્પેશ દોંગાનો કબજો મેળવીને રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આરોપી અક્ષિત અકબરીની સઘન પૂછપરછના આધારે રાજકોટના નાના મૌવા રોડ પર, શાસ્ત્રીનગર અજમેરા સોસાયટીના ગેટ સામે આવેલ ’બિઝનેસ ટર્મિનલ’ એપાર્ટમેન્ટના ચોથા માળે ઓફિસ નં. 402 ની ઝડતી લેવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસને અન્ય દસ્તાવેજો તથા સાટાખત મળી કુલ 152 જેટલા જમીનના દસ્તાવેજોની નકલો મળી આવી હતી, જે તપાસના કામે કબજે કરવામાં આવી છે.

જઈંઝ ની તપાસમાં એવું મોટું ષડયંત્ર સામે આવ્યું છે કે આરોપીઓએ કુલ 130 વીઘા જમીન, જેની બજાર કિંમત આશરે 43 કરોડ 53 લાખ રૂૂપિયા થાય છે, તે પેટે જે-તે ખેડૂત ખાતેદારોને માત્ર 2 કરોડ 15 લાખ 15 હજાર રૂૂપિયા જેવી રકમ ચૂકવીને સાટાખત અને દસ્તાવેજો કરાવી લીધા હતા. આ ઉપરાંત, આરોપીઓ દ્વારા ઓપરેટ થતાં કોલ સેન્ટરોના ટેલીકોલરોની ટીમ સોશિયલ મીડિયા પર પોસ્ટ બૂસ્ટિંગનું કામ કરતી હોવાનું ખુલતા તેમની પણ પૂછપરછ અને તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ સમગ્ર ગુનાહિત કૌભાંડમાં અત્યાર સુધીમાં અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા, અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ, પીયૂષભાઈ ચંદુભાઈ વીરડીયા, ચંદુભાઈ છગનભાઈ વીરડીયા, પડધરીના સરપદળ ગામનો વચેટીયો હીરેન રતીલાલ લુણાગરીયા, ચોટીલાના વડાલી ગામનો મયુર કાનગડ ઉર્ફે મયુર આહિર, અભયભાઈ મોલીયા, મનીષાબેન અભયભાઈ મોલીયા અને જયેશભાઈ રામજીભાઈ ભાલાળા નામના આરોપીઓની સંડોવણી જાહેર થઈ છે.

ડિસેમ્બરમાં અમદાવાદમાં 25 હજાર ગીતા નામ ધરાવતી મહિલાઓને એકત્ર કરવાનો કાર્યક્રમ હતો

તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે આરોપીઓ દ્વારા ’ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ’ ના નામે ગુડવિલ મેળવવા માટે કોલ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા હતા. આ આરોપીઓએ અગાઉ ભાવનગર અને સુરત ખાતે ’ગીતા જયંતી’ ના પ્રોગ્રામ કર્યા હતા અને આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના નિકોલ ખાતે 25 હજાર ’ગીતા’ નામ ધરાવતી બહેનોને એકત્રિત કરીને કાર્યક્રમ કરવાનું આયોજન હતું, જે અંગે પણ તપાસ ચાલી રહી છે.
“બાલાજી લોન”, “ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ”, “શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ” કે “પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ” ના નામે છેતરાયા હોય તેઓએ પોલીસનો સંપર્ક કરવા અપીલ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર જનતા અને ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો તેમને “બાલાજી લોન”, “ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ”, “શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ” કે “પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ” ના નામે લોન માટે કોઈ ફોન આવ્યો હોય અથવા આ આરોપીઓ સાથે લોન કે જમીનનો વ્યવહાર કરીને છેતરાયા હોય, તો તેમણે કોઈ પણ ડર રાખ્યા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા SIT ઓફિસ, સાયબર પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યનો સંપર્ક કરવો.નાગરિકો આ અંગે સંપર્ક કરવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂૂમ નંબર 74339 11100 (ઇમરજન્સી 112), મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ધોરાજી (82130 00434), મદદનીશ પોલીસ અધિક્ષક જસદણ (91733 84784), નાયબ પોલીસ અધિક્ષક જેતપુર (88784 08188), નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ (99784 07095) અથવા પડધરી પોલીસ સ્ટેશનના નંબર (63596 25725) પર સંપર્ક સાધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *