ધો.8ના છાત્રની હત્યા બાદ પ્રિન્સિપાલ-શિક્ષકોને દોડાવી-દોડાવીને માર્યા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્ફોટક સ્થિતિ, સેવન્થ ડે સ્કૂલમાં ટોળાની બેફામ તોડફોડ, ફર્નિચર-વાહનોનો ભૂક્કો બોલાવી દીધો ધો.8ના વિદ્યાર્થીને 7 થી 8 છાત્રોએ ગઇકાલે માર માર્યા બાદ…

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્ફોટક સ્થિતિ, સેવન્થ ડે સ્કૂલમાં ટોળાની બેફામ તોડફોડ, ફર્નિચર-વાહનોનો ભૂક્કો બોલાવી દીધો

ધો.8ના વિદ્યાર્થીને 7 થી 8 છાત્રોએ ગઇકાલે માર માર્યા બાદ રાત્રે મોત નીપજતા સ્થિતિ વણસી, બે હજાર લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું, મૃતદેહ સાથે પરિવારજનો સ્કૂલે પહોચ્યા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ બહાર ધો.8ના વિદ્યાર્થીને ધો.10ના છાત્ર સહિત 7થી 8 વિદ્યાર્થીઓએ કમ્પાસ બોક્ષના સાધનોના ઘા ઝીંકી હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ગઇકાલે બપોરે બનેલી આ ચોંકાવનારી ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા છાત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ રાત્રે તેનુ કરૂણ મોત નીપજતા આજે સવારથી ખોખરા વિસ્તારમાં સ્થિતિ સ્ફોટક બની છે અને મૃતક છાત્રના પરિવારજનો સહિત આશરે બે હજાર લોકોના ટોળાએ સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષકો સહિતના સ્ટાફને બેફામ ફટકાર્યા હતા અને શાળા તથા વાહનોમાં આડેધડ તોડફોડ કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો.ઉશ્કેરાયેલા લોકોના ટોળા સાથે કેટલાક હિંદુવાદી સંગઠનો પણ જોડાઇ જતા ભારે તંગદિલી ફેલાઇ જવા પામી છે અને સ્ફોટકસ્થિતિ સર્જાયેલ છે. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા ઉપર ટ્રાફિક પણ જામ કરી દીધો હતો. દરમ્યાન પરિવારજનો મૃતદેહ લઈને શાળાએ પહોંચતાં ફરી વાતાવરણ ભારે ગરમાયું છે. શાળા બહાર પોલીસ કડક બંદોબસ્ત ગોઠવીને શાળાના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ શાળામાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને શાળામાં ભારે તોડફોડ કરી હતી. મળતી માહિતી મુજબ, ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો. જોકે, રાત્રે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો અને શાળામાં જઈને તોડફોડ કરી હતી. પરિવાર અને સિંધી સમાજ શાળામાં ઘુસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શાળાના શિક્ષકો સાથે ઝપાઝપપી કરી હતી તેમજ શાળામાં રહેલી વસ્તુઓની પણ તોડફોડ કરી હતી. આ સિવાય ટોળાઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલને દોડાવી-દોડાવીને મારમાર્યો હતો.આ સિવાય શાળાએ આવેલા ટોળાઓ દ્વારા ન્યાય આપોના બેનર સાથે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. જોવા મળી રહ્યો છે. તેમજ પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીના મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમજ વિરોધ કરી રહેલા લોકોએ રસ્તા પર બેસી ન્યાય માટે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

વાલીઓ દ્વારા રોડ પર બેસી જઈ રસ્તા રોકવામાં આવી રહ્યા છે.આ મુદ્દે શાળાના એડમિન મયુરિકા પટેલે કહ્યું કે, અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા. આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા. આ ઘટના શાળાની બહાર રોડ પર બની હતી, જે વિશે અમને જાણ પણ નથી. અમે આરોપી બાળક સામે એક્શન લઇશું અને તેને એલસી આપી દઇશું. બાળક શાળામાં છરી લઈને નહતો આવ્યો તેણે બહાર ગાડીમાં રાખી હતી અને શાળાની બહાર આખીય ઘટના બની છે.

મળતી માહિતી મુજબ, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય: શિક્ષણમંત્રી
સેવન્થ ડે સ્કૂલની ઘટના મુદ્દે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા આવી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે શાળામાં વિધાર્થીની હત્યાની સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. આ દુ:ખદ ઘટના છે પરિવારજનોને સાંત્વના આપું છું . તેમણે કહ્યું કે આ ઘટના સામાજિક ચિંતન અને મનન નો વિષય છે. નાની ઉંમરના વિધાર્થી ચાકુથી હુમલો કરે તે રેડ સિગ્નલ છે. તેમણે એમ પણ કહ્યું કે વિકૃત માનસિકતા ધરાવતા વિધાર્થીઓ પર શાળાએ નજર રાખવી જોઈએ. શાળાના બાળકોના નાના ઝગડામાં વાત હત્યા સુધી પહોંચે તે ચિંતાનો વિષય છે. અમે આજે અધિકારીઓને બોલાવી બેઠક કરશું . તેમણે કહ્યું કે તટસ્થ તપાસ થાય એવી સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *