કતાર અને યુએઈથી એલપીજી અને ક્રૂડ ઓઇલ લઈને ત્રણ ભારતીય ધ્વજવાળા ટેન્કર ગુજરાતના બંદરો પર પહોંચી રહ્યા છે. ’શિવાલિક’ પહેલાથી જ 46,000 ટન એલપીજી લઈને મુન્દ્રા પહોંચી ગયું છે, જ્યારે ’નંદા દેવી’ જહાજ ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું છે. આ સાથે ’જગ લાડકી’ પણ ગુજરાતના બંદરે પહોંચવાની અપેક્ષા છે. આ બધા જહાજો સંઘર્ષગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા પછી ભારત પહોંચ્યા છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસના વધતા જોખમો વચ્ચે, ભારત માટે મહત્વપૂર્ણ ઉર્જા પુરવઠો લઈને ત્રણ ભારતીય ધ્વજવાળા ટેન્કર સુરક્ષિત રીતે પહોંચી રહ્યા છે. ભારતીય ધ્વજવાળા ટેન્કર શિવાલિક સોમવારે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. આ જહાજ કતારના રાસ લફાન બંદરથી આશરે 46,000 ટન એલપીજી સાથે નવ દિવસની સફર પૂર્ણ કરી. આ યાત્રા દરમિયાન, જહાજ સંઘર્ષગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું. તેવી જ રીતે, એક અન્ય ભારતીય ટેન્કર નંદા દેવી જે આશરે 45,000 ટન LPG લઈને વાડીનાર બંદરે પહોંચી ગયું છે.
નંદાદેવી નામનું જહાજને હોર્મુઝ પાર કરી ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું છે. નંદા દેવી જહાજ ગેસનો જથ્થો લઈ ગુજરાતના કંડલા પોર્ટ પર જવાનું હતું પરંતુ આ જહાજને હાલ ગુજરાતના વાડીનાર બંદર ખાતે લાવવામાં આવ્યું છે. આજે વાડીનારથી અંદાજિત 10 નોટિકલ માઇલ દૂર આ જહાજને અનલોડિંગ કરવામાં આવશે. વધુમાં, એક અન્ય ભારતીય તેલ ટેન્કર, જગ લાડકી જે શનિવારે UAE ના ફુજૈરા બંદરેથી રવાના થયું હતું. નોંધનીય છે કે, તે જ દિવસે ત્યાં તેલ ટર્મિનલ પર હુમલો થયો હતો. જે આજે મંગળવારે બપોર સુધીમાં મુન્દ્રા બંદરે પહોંચવાની અપેક્ષા છે. આ જહાજ લગભગ 81,000 ટન મુર્બન ક્રૂડનું પરિવહન કરી રહ્યું છે, જે ઞઅઊમાં ઉત્પાદિત ક્રૂડ તેલનો મુખ્ય ગ્રેડ છે.
