આધાર કાર્ડ બાદ હવે જન્મ-મરણ વિભાગમાં દેકારો

  આધારકાર્ડ માટે ફરજિયાત કરેલ જન્મના આખા નામ વાળા દાખલા કઢાવવા માટે અરજદારોએ લાઈનો લગાવતા અફરાતફરી મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે અરજદારોના અનેક પ્રકારના કામો કરવામાં…

 

આધારકાર્ડ માટે ફરજિયાત કરેલ જન્મના આખા નામ વાળા દાખલા કઢાવવા માટે અરજદારોએ લાઈનો લગાવતા અફરાતફરી

મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે અરજદારોના અનેક પ્રકારના કામો કરવામાં આવે છે. જે પૈકી જન્મ-મરણ વિભાગની કામગીરી છેલ્લા ઘણા સમયથી ખોરવાયેલ છે. આધારકાર્ડ અને જન્મ-મરણ વિભાગની ખોરવાયેલી કામગીરી પાટે ચડાવવા ગઈકાલે આધારકાર્ડ માટે ટોકન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ત્યારે આધારકાર્ડ માટે જરૂરી આખા નામ વાળા જન્મના દાખલા કઢાવવા માટે અરજદારોએ હવે જન્મ-મરણ વિભાગમાં લાઈનો લગાવતા અફરાતફરી સર્જાઈ હતી અને આ મુદ્દે ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદો કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ જન્મ-મરણ વિભાગમાં આજે સવારથી લાઈન લાગતા આ મુદ્દે તપાસ કરતા માલુમ પડેલ કે, જન્મ-મરણ વિભાગમાં આવતા મોટાભાગના અરજદારો આધારકાર્ડ માટેના આખા નામના દાખલા માટે આવ્યા હતાં. મોટાભાગના અરજદારો પાસે બે કોલમમાં અગાઉ અપાયેલ જન્મનો દાખલો હતો જેના આધારે નવા નિયમ મુજબ પ્રથમ કોલમમાં બાળકના નામ સાથે પિતાના નામનો દાખલો કઢાવવા માટે અરજદારે લાઈનો લગાવી હતી.

ગઈકાલે આધારકાર્ડ કેન્દ્રમાં અફરા તફરી સર્જાતા અરજદારોના રોષના પગલે અધિકારીઓએ મીટીંગ યોજી રસ્તો કાઢ્યો હતો અને આજથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે ટોકન સુવિધા શરૂ કરવામાં આવી હતી. છતાં આધારકાર્ડ કેન્દ્ર અને જન્મ-મરણ વિભાગની કચેરીઓ સામસામે હોવાથી અરજદારોની લાઈનો ક્યા કામ માટે આવી છે તે જાણવું મુશ્કેલ બન્યું હતું. જેમાં જન્મ-મરણ વિભાગમાં વધુ અરજદારો હોવાનું જાણવા મળેલ. જન્મ-મરણ વિભાગમાંથી આ અંગે પ્રાપ્ત થયેલ વિગત મુજબ આધાર ઓથોરિટી દ્વારા થોડા સમયપહેલા આધારકાર્ડ માટે રજૂ કરવામાં આવતા બાળકના જન્મના દાખલામાં પ્રથમ કોલમમાં બાળકના નામ સાથે પિતાનું નામ ફરજિયાત કરવામાં આવ્યુ ંહતું.

જેના લીદે અત્યાર સુધી કાઢવામાં આવેલા ડબલ કોલમના દાખલાઓ અમાન્ય કરવામાં આવેલ આથી નવા આધારકાર્ડ માટે આવતા તમામ અરજદારો પ્રથમ સિંગલ કોલમમાં બાળકના પુરા નામના દાખલા કઢાવવા માટે લાઈનમા ંઉભાર રહ્યા છે. તેવી જ રીતે હવે આધારકાર્ડની જરૂરિયાત તમામ પ્રકારના સરકારી કામમાં ફરજિયાત કરાતા તેમજ બાળકોના આધારકાર્ડનો ઉપયોગ પણ વધતા અરજદારો પોતાના સંતાનોના આધારકાર્ડ માટે હવે આધારકાર્ડ કેન્દ્ર ખાતે વધુ માત્રામાં આવતા હોય થોડા સમયથી બન્ને વિભાગમાં લાઈનો જોવા મળી રહી છે.

ટોકન સિસ્ટમ શરૂ કરવાની માંગ
મનપાના જન્મ-મરણ વિભાગ ખાતે આજે અરજદારોની લાઈનો લાગતા અફરા તફરી જોવા મળી હતી. અને આધારકાર્ડ કેન્દ્ર ખાતે આજથી શરૂ કરવામાં આવેલ ટોકન સિસ્ટમના આધારે જે અરજદારોને ટોકન મળેલ તેજ લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતાં. તેવી જ રીતે કામગીરી પણ સરળતાથી ચાલી રહી હતી. આતી જન્મ-મરણ વિભાગના અરજદારોએ પણ આધારકાર્ડ કેન્દ્રની માફક ટોકન સિસ્ટમ શરૂ કરવાની માંગ કરી હતી. અને આ મુદ્દે અધિકારીઓએ પણ વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

હોસ્પિટલની એન્ટ્રીની મોટી માથાકૂટ
મનપાના જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઈનો લાગેલ જેમાં અનેક બાબતો ધ્યાને આવી છે પ્રથમ જન્મ-મરણના દાખલામાં પુરુ નામ લખાવવા માટે અરજદારો આવ્યા હતાં. જેની સામે બાળકનો જન્મ થયો હોય અને નવા દાખલા માટે પણ અનેક અરજદારો આવ્યા હતાં પરંતુ હોસ્પિટલમાં જન્મ થયો હોય ત્યાંથી મહાનગરપાલિકામાં એન્ટ્રી ન આવી હોય ત્યારે જન્મનો દાખલો નિકળતો નથી. આથી અરજદારનો વારો આવે ત્યારે એન્ટ્રી ન થયાનું જાણવા મળે છે. પરિણામે આજે લાઈનમાં ઉભેલા અરજદારોએ એન્ટ્રીના મુદ્દે ધરમનો ધક્કો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *