સાડા સાત કલાકની ગરમા ગરમ ચર્ચા બાદ ધારાસભ્યો ‘ગોલા’ ખાઈ ટાઢા પડ્યા

સાડા સાત કલાકની મેરેથોન ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા એટલે કે UCC (Uniform Civil Code)બિલ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક…

સાડા સાત કલાકની મેરેથોન ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા એટલે કે UCC (Uniform Civil Code)બિલ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક બિલ પસાર થયા બાદ સમગ્ર મંત્રીમંડળ અને ધારાસભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ખુશીની ઉજવણી કરવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને અન્ય મંત્રીઓ ગાંધીનગરના સેક્ટર-17 ખાતે બરફ ગોળો ખાવા પહોંચ્યા હતા. રાજકીય ગરમાવા અને ગંભીર ચર્ચાઓ બાદ વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો એક સામાન્ય નાગરિકની જેમ સેક્ટર-17ના ગલ્લા પર બરફ ગોળો ખાતા નજરે પડ્યા હતા.

રાજકારણની વ્યસ્તતા વચ્ચે મંત્રીઓનો આવો અંદાજ જોઈ સ્થાનિકો પણ આશ્ચર્યચકિત થયા હતા. શંકરભાઇ ચૌધરી અને હર્ષભાઇ સંઘવીએ હળવાશની પળોમાં એકબીજા સાથે વાતચીત કરી બરફ ગોળાની મજા માણી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બિલ પસાર થવાથી ગુજરાત હવે એવા રાજ્યોની યાદીમાં સામેલ થઈ ગયું છે જે નાગરિક અધિકારોમાં સમાનતા લાવવા માટે કટિબદ્ધ છે. વિરોધ પક્ષોની દલીલો વચ્ચે પણ શાસક પક્ષે આ બિલને વિકાસ અને સમાનતાનું પ્રતીક ગણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *