રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવે છે કે, રાજકોટમાં રાત્રિ દરમિયાન પોતાનો ધંધો પ્રમાણિકપણે કરતા નાના વેપારીઓ અને લારી ગલ્લા, પાથરણા વાળા, હોટલ રેસ્ટોરન્ટ કે નાના ચાના ધંધાર્થીઓને પોલીસ રાત્રે 12:00 વાગે બંધ કરાવવા નીકળે છે જે તદ્દન ગેર વ્યાજબી અને કાયદાની વિરુદ્ધમાં છે. તત્કાલીન સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને રાજકોટના જ વિજયભાઈ રૂૂપાણી ની સરકારમાં ધંધો કરતા નાના વેપારીઓ રાત્રિ દરમિયાન ધંધો કરી શકશે તે પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં રાજકોટમાં વિજય રૂૂપાણીના શહેરમાં જ પોલીસ વેપારીઓને ધંધો કરવા ન દે અને ધોકો પછાડે દાદાગીરી કરે તો આ મોંઘવારીના કપરા કાળમાં નાના ધંધાર્થીઓને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બને છે.
રેસ્ટોરન્ટ, લોજ, હોટલ કે લારી ગલ્લા પર અસામાજિક તત્વો ભેગા થતા હોય એ હોટલના ધંધાર્થી કોઈ ગુનાહિત કૃત્ય મા સડોવણી પુરવાર થઈ હોય તેવી હોટલો પોલીસ બંધ કરાવે તો વ્યાજબી છે પરંતુ પ્રમાણિક પણે ધંધો કરી પોતાનું ગુજરાત ચલાવનારા ધંધાર્થીઓને કન્નડગત કરવાનું પોલીસ તંત્ર બંધ કરે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન તરફથી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે શહેરોમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઇ નાગરિકોની મુસાફરી અને વ્યવસાયિક જરૂૂરિયાતો વગેરેને ધ્યાનમાં લેતા આરામ ગૃહો, હોટલો, રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવા માટે રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જે પગલે એક વાગ્યા સુધી હોટલો, રેસ્ટોરન્ટ, આરામ ગ્રુહ, લોજ રાતના 1:00 વાગ્યા સુધી પરવાનગી આપવાનું ઠરાવવામાં આવેલ હતું જે સરકારનો ઠરાવ તારીખ 2/1/2010 ઠરાવ ક્રમાંક :- જમસ/2509/788/મ ઠરાવ થયો હતો પરંતુ ત્યારબાદ 2018 માં આ અંગે તત્કાલીન સરકારે 24 કલાક ખુલ્લા રાખવા અંગેની પરમિશન આપેલ હતી. અને તેમ છતાં પોલીસ શાંત અને રંગીલા રાજકોટમાં જ્યારે હાલ વેકેશન ચાલી રહ્યું છે અને દિવસ પર જ્યારે બફારા અને ઉકળાટ હોય ત્યારે રાત્રે પરિવારજનો સાથે લોકો ફરવા નીકળે છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો જયુબેલી, કાલાવાડ રોડ, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી, પરા બજાર, ગુંદાવાડી, ઢેબર રોડ, ગોંડલ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારમાં પોલીસ બંધ કરાવે છે ત્યારે શહેર પોલીસ કમિશનર જાહેર કરે કે કયા પ્રકારની દુકાનો ખુલી રહી શકશે અને જે કાંઈ સરકારની ગાઈડલાઈન હોય કે ઠરાવ હોય તે દરેક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરાવે જે પગલે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ ન થાય.
