એક વર્ષમાં ઘી-તેલ-દૂધના 21 નમૂનામાં ભેળસેળ ખૂલી

ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના 391 નમૂના લઇ ભેળસેળ બદલ 30 વેપારીઓને રૂા.11.71 લાખના દંડ સાથે એક વેપારીને પાંચ વર્ષની સજા કરી હતી મહાનગરપાલિકા ફૂડ વિભાગ…

ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના 391 નમૂના લઇ ભેળસેળ બદલ 30 વેપારીઓને રૂા.11.71 લાખના દંડ સાથે એક વેપારીને પાંચ વર્ષની સજા કરી હતી

મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યા કરવામાં આવેલ ચેકિંગ કામગીરીનો એક વર્ષનો રિપોર્ટ જાહેર કર્યો જે મુજબ ઘી-તેલ-દુધ સહિતના 21 રિપોર્ટ ફેઇલ કરવામાં આવ્યા હતા અને વિક્રેતાઓ વિરૂધ્ધ એજ્યુડિકેટીંગ કાર્યવાહી હાથ ધરી રૂા.11.71 લાખનો દંડ ફટકારવામાં આવેલ તેમજ અલગ-અલગ ચીજ વસ્તુના કુલ 391 સેમ્પલ લઇ લેબમાં મોકલેલ અને 2179 લાયસન્સ ઇસુ કરી 1116 વેપારીઓને નવા લાયસન્સ રજિસ્ટ્રેશન કર્યા હતા.

ફૂડ વિભાગ દ્વારા વર્ષ-2025માં કરવામાં આવેલ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ- 78 પેઢીની તપાસ કરવામાં આવેલ જેમાંથી મળી આવેલ પડતર/વાસી/એક્સપાયરી જેવી કુલ -3305 કિ.ગ્રા. અખાદ્ય સામગ્રીનો જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જાહેર આરોગ્યના હિતાર્થે નાશ કરવામાં આવેલ છે. વર્ષ-2025 દરમિયાન ફૂડ વિભાગ દ્વારા સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ ખાદ્યચીજોના નમૂના અંગે નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર (RAC-ADM સાહેબ) સમક્ષ કુલ -30 એજ્યુડિકેશન અરજી (સિવિલ કેસ) દાખલ કરવામાં આવેલ.

એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કુલ-30 ચાલી જતાં તેના આપેલ ચુકાદા મુજબ સદર કેસ અંગેના જવાબદારોને કુલ મળી રૂૂ.11,71,000/- નો દંડ કરવામાં આવેલ. મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ અનસેફ જાહેર થયેલ ખાદ્યચીજો અંગે દાખલ કરવામાં આવેલ ફોજદારી (ક્રિમિનલ) કેસ અંગે વર્ષ-2025માં જ્યુડિશલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ 2 કેસ ચાલી જતાં જાહેર કરેલ ચુકાદા અંગે બંને કેસમાં જવાબદારોને કુલ મળી રૂૂ.23,00,000/- (અંકે રૂૂપિયા ત્રેવીસ લાખ પૂરા) દંડ તથા સદર કેસોના પ્રત્યેક જવાબદારોને 5 વર્ષની સખત કેસની સજાનો હુકમ કરવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *