દ્વારકામાં છોકરાઓના ઝઘડામાં પ્રૌઢ પર હુમલો: 16 શખ્સો સામે ફરિયાદ

દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઉંમરભાઈ ઓસમાણભાઈ લુચાણી નામના 58 વર્ષના મુસ્લિમ પ્રૌઢ પર આ જ વિસ્તારમાં રહેતા ઈશા ઈબ્રાહીમ ઇસબાણી, સાદીક ઈશા, મામદ ઉર્ફે…

દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઉંમરભાઈ ઓસમાણભાઈ લુચાણી નામના 58 વર્ષના મુસ્લિમ પ્રૌઢ પર આ જ વિસ્તારમાં રહેતા ઈશા ઈબ્રાહીમ ઇસબાણી, સાદીક ઈશા, મામદ ઉર્ફે ડાડા ઈબ્રાહીમ, રફીક ઈબ્રાહીમ, ઇરફાન અયુબ, ઈમ્તિયાઝ ઈસા, રસીદ રફીક, મહેબૂબ મામદ ઉર્ફે ડાડા, ફારુક ઈબ્રાહીમ, મુસ્તફા ડાડા, અસલમ મામદ, રીઝવાન રફીક, સબીર હુસેન, અંસાર અયુબ, અયુબ સુલેમાન અને જમીલ ઈસસા ઇસાબાણી નામના 16 શખ્સોએ એકઠા થઈને ગેરકાયદેસર રીતે મંડળી રચી, લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા સાથે આવીને ફરિયાદી ઉમરભાઈ તેમજ સાહેદને બિભત્સ ગાળો કાઢી, હુમલો કર્યો હતો.

આ રીતે આરોપીઓએ બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસ મથકમાં તમામ 16 શખ્સો સામે રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી ઉમરભાઈ લુચાણીનો ભત્રીજો સાહેદ અન્સારી દાતારી ચોક પાસે ઉભો હતો, ત્યાં આરોપીનો પુત્ર આવ્યો હતો અને એકબીજાની સામે જોવા બાબતે બોલાચાલી થતા ઝઘડો થયા બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ ચલાવી રહ્યા છે.

દ્વારકાના યુવાન પર હુમલો
દ્વારકાના ઇસ્કોન ગેઈટ સામે રહેતા દેવીયાભાઈ લખમણભાઈ કારીયા નામના 37 વર્ષના ગઢવી યુવાને પોતે હાથ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી ખીમાભાઈ દેશુર લુણા (રહે. ભોગાત તા. કલ્યાણપુર) પાસે કરતા આ બાબતથી ઉશ્કેરાઈને આરોપી એવા ભોગાત ગામના ખીમા દેશુર સાથે પુંજા દેશુર, માધા દેશુર અને દેશુર ખીમા નામના ચાર શખ્સોએ તેમને બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે તમામ ચાર શખ્સો સામે બીએનએસ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *