મોરબીના યુવક સાથે લગ્ન કરી નવ દિવસમાં જ દુલ્હન ફરાર: પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબીમાં અવારનવાર નિર્દોષ નાગરિકો લુંટેરી દુલ્હનનો ભોગ બનતા હોવાના કિસ્સા બનતા રહે છે જેમાં તાજેતરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્ન માટે એક…

મોરબીમાં અવારનવાર નિર્દોષ નાગરિકો લુંટેરી દુલ્હનનો ભોગ બનતા હોવાના કિસ્સા બનતા રહે છે જેમાં તાજેતરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્ન માટે એક લાખ આપ્યા બાદ લુંટેરી દુલ્હન લગ્નના નવ દિવસ બાદ જતી રહી હતી પોલીસે વિશ્વાસઘાત-છેતરપીંડીની ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીના વાવડી રોડ પર સિંધી સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુલચંદભાઈ અડવાણી (ઉ.વ.47) વાળાએ આરોપીઓ પ્રીતીબેન કેવલરામ વાઘવાણી રહે અમદાવાદ અને નિશા રામચંદ્ર હેમલાની રહે જોધપુર (રાજસ્થાન) હાલ અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ત્રણેક માસ પૂર્વે મોટાબેન ચંપાબેને વાત કરી હતી કે પ્રીતીબેન કેવલરામ વાઘવાણી સિંધી સમાજના અપરણિત માણસોના લગ્ન કરાવી આપે છે.

જેથી પ્રીતીબેન સાથે ફોન પર વાત કરતા એક માં બાપ વગરની છોકરી છે તેના લગ્ન કરાવવાના છે તેવી વાત કરી હતી જેથી તા. 17-05 ના રોજ અશોકભાઈ અને મોટા બેન ચંપાબેન બંને પ્રીતીબેન વાઘવાણી પાસે અમદાવાદ ગયા હતા જ્યાં એક છોકરી બતાવી અને તમે વાતચીત કરી લો કહેતા વાતચીત કરી હતી. છોકરી નિશા હેમલાની ગમતી હોવાથી પ્રીતીબેનને નિશા સાથે લગ્ન કરવાની હા પાડી હતી જેથી તેને નિશા સાથે લગ્ન કરવા હોય તો એક લાખ રૂૂપિયા આપવાના થશે અને છોકરીની બધી જવાબદારી મારી રહેશે તેવી વાતચીત થતા લગ્નની હા પાડી હતી અને તા. 19-05 ના રોજ પ્રીતીબેન અને નિશા મોરબી અમારા ઘરે આવી ઘર પરિવાર જોઈ નિશાના લગ્ન કરવા હા પાડી હતી તા. 21-05 ના રોજ ગાંધીધામ મુકામે લગ્ન કરવાનું નક્કી થયું હતું અને ગાંધીધામ ગયા બાદ અંજાર તાલુકાના મેઘપર બોરીચા ગામ અંબે માતાના મંદિરે લગ્નવિધિ મારાજ દ્વારા કરી ફૂલહાર કર્યા હતા .

પ્રીતીબેનને એક લાખ રૂૂપિયા રોકડા આપ્યા હતા અને પત્નીને લઈને તા. 22 ના રોજ ઘરે આવી ગયા હતા તા. 03 ના રોજ વહેલી સવારે પત્ની મને કે પરિવારના સભ્યને જાણ કર્યા વિના એકલી જતી રહી હતી તેને ફોન કરતા ફોન બંધ આવતો હતો. આમ પ્રીતીબેન વાઘવાણીએ વિશ્વાસમાં લઈને રૂૂ 1 લાખ લઈને નિશાબેન સાથે લગ્ન કરાવ્યા હતા બાદમાં નિશા માત્ર આઠ-નવ દિવસ ઘરે રોકાયા બાદ કોઈને કહ્યા વિના જતી રહી હતી અને બંને મહિલાઓએ એકબીજા સાથે મળી અમારી સાથે વિશ્વાસઘાત-છેતરપીંડી આચરી છે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *